"બ્રહ્માનો એક દિવસ મતલબ ૪,૩૦,૦૦૦ ગુણ્યા ૧૦૦૦. તે બ્રહ્માના બાર કલાક છે. તેવી જ રીતે, ચોવીસ કલાક, એક દિવસ. હવે એક મહિનાની ગણતરી કરો, આવું એક વર્ષ, આવા સો વર્ષો. જેથી બ્રહ્માના સો વર્ષો તે મહાવિષ્ણુનો ફક્ત શ્વાસનો કાળ છે, જેમ કે આપણે શ્વાસ લઈએ છીએ, આપણો શ્વાસ અને ઉચ્છવાસ ચાલી રહ્યો છે. તો શ્વાસકાળ દરમ્યાન, જ્યારે શ્વાસ બહાર નીકળે છે, આ બધા બ્રહ્માંડોનું સર્જન થાય છે, અને જ્યારે તે શ્વાસ અંદર લે છે, બધા, તે બંધ થઈ જાય છે, ખાતું બંધ. તો આ ચાલી રહ્યું છે. અને આવા મહાવિષ્ણુ કૃષ્ણના વિસ્તરણના એક ચતુર્થ ભાગ છે."
|