"ધારોકે મારા જીવનની શરૂઆતથી મારે કોઈ ખરાબ ચારિત્ર્ય છે, પણ હું સમજ્યો છું કે "કૃષ્ણ ભાવનામૃત બહુ સરસ છે. હું તે ગ્રહણ કરીશ." તો હું પ્રયત્ન કરી રહ્યો છું, મારો શ્રેષ્ઠ પ્રયત્ન. પણ તે જ સમયે, કારણકે મને કોઈ વસ્તુની આદત છે, હું છોડી નથી શકતો. જોકે હું જાણું છું કે આ, મારી આદત, સારી નથી, પણ છતાં, આદત તે બીજો સ્વભાવ છે. હું તે છોડી નથી શકતો. તો ભગવાન કૃષ્ણ ભલામણ કરે છે "છતાં, તે સારો છે. તેનો કોઈ પ્રશ્ન જ નથી કે તે એક સાધુ નથી કે તે પ્રામાણિક નથી, તે ધાર્મિક માણસ નથી. તે ફક્ત એક જ યોગ્યતા, કે તે કૃષ્ણ ભાવનાભાવિત છે, અને તે નિષ્ઠાપૂર્વક કાર્ય કરી રહ્યો છે, પણ ક્યારેક નિષ્ફળ જતો, પણ છતાં, તેને સાધુ તરીકે ગણવો જોઈએ." સાધુ મતલબ પ્રામાણિક, ધાર્મિક, પુણ્યશાળી."
|