"જ્યારે હું તમને પૂછું કે તમે મને પૂછો, "તમે કોણ છો?", હું આ શરીરના સંબંધમાં કઈક કહું છું. શું તમે પાગલ નથી? શું તમે કહી શકો છો, તમારામાથી કોઈ પણ, કે તમે પાગલ નથી? જો હું, મારા કહેવાનો મતલબ, જ્યાં સુધી તમારી ઓળખ છે, જો તમે કોઈ વસ્તુ સાથે ઓળખ કરાવો જે તમે નથી, તો શું તમે પાગલ નથી? શું તમે પાગલ નથી? તો દરેક વ્યક્તિ જે પોતાને આ શરીર સાથે ઓળખાવે છે, તે એક પાગલ માણસ છે. તે એક પાગલ માણસ છે. તે દુનિયાને એક પડકાર છે. જે પણ ભગવાનની સંપત્તિ, ભગવાનની ભૂમિ, ભગવાનની પૃથ્વીનો પોતાની સંપત્તિ તરીકે દાવો કરે છે, તે પાગલ માણસ છે. આ એક પડકાર છે. કોઈ પણ વ્યક્તિને તે સ્થાપિત કરવા દો કે આ તેની સંપત્તિ છે, આ તેનું શરીર છે. તમે ફક્ત, પ્રકૃતિથી, પ્રકૃતિના કીમિયાથી, તમે કોઈ સ્થળમાં મૂકવામાં આવ્યા છે. તમે કોઈ શરીરમાં મૂકવામાં આવ્યા છે. તમે કોઈ ચેતનામાં મૂકવામાં આવ્યા છે, અને તમે પ્રકૃતિના નિયમો દ્વારા નિર્દેશિત કરવામાં આવી રહ્યા છો. અને તમે તેની પાછળ પાગલ છો."
|