"ઇન્દ્રિયોને વશ કરવા માટેનું સૌથી મુખ્ય કાર્ય છે જીભને વશમાં કરવી. મેં ઘણી વાર સમજાવેલું છે કે જીભ ઇન્દ્રિયોનો પ્રારંભ છે. તો જો તમે જીભને વશમાં કરી શકો, તો તમે બીજી બધી ઇન્દ્રિયોને પણ નિયંત્રિત કરી શકો છો. અને જો તમે તમારી જીભને વશમાં નથી કરી શકતા, તો તમે તમારી બીજી ઇન્દ્રિયોને પણ વશમાં ન કરી શકો. તો તમારે તમારી ઇન્દ્રિયોને વશમાં કરવાનો પ્રારંભ કરવો જોઈએ. જીભના બે કાર્યો છે: આસ્વાદન કરવો અને ઉચ્ચારણ કરવું. હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ, હરે હરે/હરે રામ, હરે રામ, રામ રામ, હરે હરે નું ઉચ્ચારણ કરો અને કૃષ્ણ-પ્રસાદને આરોગો. તમે બસ જુઓ કેવી રીતે તમે પ્રગતિ કરો છો. આને કહેવાય છે દમ:. તો જેવા તમે તમારી ઇન્દ્રિયોને વશમાં કરી શકો છો, સ્વાભાવિક રીતે તમે તમારા મનને પણ નિયંત્રિત કરી શકો છો. તેને કહેવાય છે શમ:. તો આ આ બધી વિધિઓ છે. તો આપણે આ બધી વિધિઓનો અભ્યાસ કરવો જોઈએ અને પ્રામાણિક શ્રોતોથી આ પદ્ધતિને શીખીને તેને જીવનમાં આત્મસાત કરવી જોઈએ. તે આ મનુષ્ય જીવનનો સાચો સદુપયોગ છે. આપણે શીખવું જોઈએ, આપણે અભ્યાસ કરવો જોઈએ, અને આપણાં જીવનને સફળ બનાવવું જોઈએ. ખૂબ ખૂબ ધન્યવાદ."
|