"જેમ કે તમે ભગવદ્ ગીતામાં જોશો કે અર્જુન, શરૂઆતમાં તે કૃષ્ણ સાથે મિત્ર અને મિત્રની જેમ દલીલ કરી રહ્યો હતો, પરંતુ જ્યારે તેણે પોતાની વિદ્યાર્થી તરીકે શરણાગતિ આપી, શિષ્યસ તે અહં શાધી મામ પ્રપન્નમ... (ભ.ગી ૨.૭). તેણે કહ્યું, "મારા પ્રિય કૃષ્ણ, હવે હું તમારી સમક્ષ આત્મસમર્પણ કરું છું. હું તમને મારા આધ્યાત્મિક ગુરુ તરીકે સ્વીકારું છું." શિષ્યસ તે અહં: "હું તમારો શિષ્ય છું, મિત્ર નથી." કારણ કે મૈત્રીપૂર્ણ વાતો, દલીલોનો કોઈ અંત નથી. પરંતુ જ્યારે આધ્યાત્મિક ગુરુ અને શિષ્ય વચ્ચે વાત થાય છે, ત્યાં કોઈ દલીલ હોતી નથી. કોઈ દલીલ નહીં. જેવા આધ્યાત્મિક ગુરુ કહે છે, "આ કરવાનું છે," તે કરવાનું છે. બસ, સમાપ્ત."
|