GU/670218 ભાષણ - શ્રીલ પ્રભુપાદ સાન ફ્રાન્સિસ્કો માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"બ્રહ્મનો અર્થ થાય છે "સૌથી મહાન". તો સૌથી મહાનનો ખ્યાલ શું છે? સૌથી મહાનનો મતલબ છે... તે પરાશર-સૂત્ર દ્વારા વર્ણવવામાં આવ્યું છે કે, કે તેઓ સંપત્તિમાં સૌથી મહાન છે, ખ્યાતિમાં સૌથી મહાન છે, જ્ઞાનમાં સૌથી મહાન છે, ત્યાગમાં સૌથી મહાન છે, સૌંદર્યમાં સૌથી મહાન, દરેક વસ્તુ, સૌથી વધુ આકર્ષક. કેવી રીતે તમે "સૌથી મહાન"ને સમજી શકો? "સૌથી મહાન" નો અર્થ એ નથી કે આકાશ સૌથી મહાન છે. તે નિરાકારવાદ છે. પરંતુ આપણો "સૌથી મહાન" વિષેનો વિચાર એ છે કે જે પોતાની અંદર લાખો આકાશોને ગળી શકે છે, તે સૌથી મહાન છે. ભૌતિક વિભાવના, તેઓ તેનાથી આગળ વધી શકતા નથી. તેઓ ફક્ત સૌથી મહાન વિશે વિચારી શકે છે: આકાશ. બસ."
670218 - ભાષણ ચૈ.ચ. આદિ ૦૭.૧૦૮ - સાન ફ્રાન્સિસ્કો‎