"અત્રૈવ મૃગય: પુરુષો નેતિ નેતિ. હવે તમારે વિશ્લેષણ કરવું પડશે. તમારે આત્મા શું છે અને આત્મા શું નથી તેનું વિશ્લેષણ કરવું પડશે. તે માટે બુદ્ધિની જરૂર છે. જેમ કે પેલા દિવસે મેં તમને સમજાવ્યું હતું કે જો તમે પોતાના પર વિચારો છો, કે "શું હું આ હાથ છું? શું હું આ પગ છું? શું હું આ આંખો છું? શું હું આ કાન છું?" ઓહ, તમે કહેશો, "ના, ના, ના, હું આ હાથ નથી. હું આ પગ નથી." તમે સમજશો. જો તમે વિચારશો, તો તમે સમજશો. પણ જ્યારે તમે ચેતનાના મુદ્દા પાર આવો છો, તમે કહેશો, "હા, હું આ છું." આ ધ્યાન છે. આ ધ્યાન છે, પોતાનો વિશ્લેષણાત્મક અભ્યાસ છે."
|