"તો ક્યારેક, જ્યારે આપણને આ ભૌતિક જીવનથી નફરત થઈ જાય છે, ત્યારે આપણે ભૂલી જવા ઇચ્છીએ છીએ, બધી જ વસ્તુઓ ભૂલી જવા ઇચ્છીએ છીએ. ક્યારેક માણસ દારૂ તરફ ઢળે છે: "ઓહ, વ્યવસાયની ચિંતા, ઘણી બધી ચિંતાઓ, હલ નથી કરી શકતો. ચાલ દારૂ પીઉં. આહ." તો ક્યારેક વ્યક્તિ એલ.એસ.ડી. અથવા અન્ય માદક પદાર્થો, ગાંજા, પાન પર ચડી જાય છે. તો આ... સુષુપ્તિનું વલણ છે, સુષુપ્તિના સ્તર પર જવાનું વલણ. ક્યારેક તેઓ ઊંઘવા માટે ઇન્જેક્શન લે છે. હવે તો સૂવાની ગોળીઓ પણ હોય છે, ઘણી બધી વસ્તુઓ. તો વાસ્તવમાં, શુદ્ધ આત્મા તરીકે, હું ભૂલી જવા માંગું છું, પરંતુ કારણ કે હું વાસ્તવિક માર્ગને સ્વીકારતો નથી, કે કેવી રીતે આ ભૌતિક અસ્તિત્વમાંથી બહાર નીકળવું, તેથી આપણે કોઈક ઉપજાવી કાઢેલી વસ્તુઓ સ્વીકારવી પડે છે. તે આપણને બચાવશે નહીં. તે આપણને બચાવશે નહીં."
|