"તો તમારી પાસે થોડી સ્વતંત્રતા છે. કારણકે તમે પરમ ભગવાનના અંશ છો, ભગવાન પાસે પૂર્ણ સ્વતંત્રતા છે. તેથી સ્વતંત્રતાનો ગુણ તમારામાં પણ છે. સોનાની જેમ: સોનાનો કણ પણ સોનું છે. એ જ રીતે, કારણ કે તમે કૃષ્ણના અંશ છો, તેથી તમારી પાસે પણ સૂક્ષ્મ માત્રામાં બધા જ ગુણો છે, જો કે તમારી પાસે કૃષ્ણના બધા જ ગુણો છે. જેમ કે કૃષ્ણ..., ભગવાન સંપૂર્ણ સ્વતંત્ર છે, તેથી તમે પણ સ્વતંત્ર થવા માંગો છો. પણ તમે બદ્ધ છો. તમે બદ્ધ છો. જ્યારે તમે તમારું આધ્યાત્મિક જીવન પાછું મેળવો છો, તમે પણ કૃષ્ણ જેટલા જ સ્વતંત્ર બની જાઓ છો."
|