"આપણું બંધારણ કેવી રીતે થયું છે તે સમજવાનો આપણે પ્રયત્ન કરવો જોઈએ. ભગવદ્ ગીતા આપણી બંધારણીય સ્થિતિને ખૂબ જ સરસ રીતે સમજાવે છે: ઈન્દ્રિયાણિ પરાણી આહુ: (ભ.ગી. ૩.૪૨). ઈન્દ્રિયાણિ. ઈન્દ્રિયાણિ મતલબ ઈન્દ્રિયો. જેમ કે મારું ભૌતિક અસ્તિત્વ શું છે? હું આ વિશ્વમાં છું. શા માટે? મારી ઈન્દ્રિય તૃપ્તિમાં. બસ. આ પ્રથમ બંધારણીય પદ છે. દરેક પ્રાણી, દરેક જીવ, આહાર, નિદ્રા, ભય અને મૈથુનમાં વ્યસ્ત છે. તેનો અર્થ છે કે શારીરિક આવશ્યકતાઓ, ઈન્દ્રિયો. સૌ પ્રથમ, આપણા અસ્તિત્વનું અગ્રણી પરિબળ ઇન્દ્રિયો છે. તેથી ભગવદ ગીતા કહે છે, ઈન્દ્રિયાણિ પરાણી આહુ:. મારું ભૌતિક અસ્તિત્વ એટલે ઈન્દ્રિય ભોગ. બસ."
|