GU/680610 ભાષણ - શ્રીલ પ્રભુપાદ મોંટરીયલ માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"જેમ કે એક નાનું બાળક. જો હું નાના બાળકને કહું, કે "આકાશમાં સૂર્ય છે," અને બાળક કહેશે, "મને બતાવો કે સૂર્ય ક્યાં છે." અને જો કોઈ કહે, "હા, ચાલ, હું તને સૂર્ય બતાવીશ. છત પર આવ. મારી પાસે એક ટોર્ચનો પ્રકાશ છે..." જેમ રાત્રે સૂર્ય બતાવવો શક્ય નથી ભલે તે બાળક આગ્રહ કરી રહ્યો હોય, તે જ રીતે, કહેવાતા વૈજ્ઞાનિકો જેઓ દાવો કરે છે કે ભગવાન નથી, તેઓ ફક્ત બાળકની જેમ જ છે. તમારે સમજવું પડશે. જ્ઞાનમાં આગળ વધેલા માણસની જેમ, તે જાણે છે કે સૂર્ય છે. જોકે હું રાત્રે જોઈ શકતો નથી, પણ સૂર્ય છે. તેને ખાતરી છે. તેવી જ રીતે, જેઓ આધ્યાત્મિક જ્ઞાનમાં ઉન્નત છે, તેઓ દરેક ક્ષણે ભગવાનને જોઈ શકે છે."
680610 - ભાષણ ભ.ગી. ૦૪.૦૫ - મોંટરીયલ