"આખી પ્રક્રિયા શ્રવણની છે. તમારે કોઈ શિક્ષણની જરૂર નથી; તમારે કોઈ વૈજ્ઞાનિક યોગ્યતાની જરૂર નથી, આ અથવા તે. ફક્ત જો તમે કૃપા કરીને અહીં આવો અને આ ભગવદ્ ગીતા અને શ્રીમદ-ભાગવત સાંભળો, તો તમે સંપૂર્ણ વિદ્વાન અને સંપૂર્ણ આત્મ-સાક્ષાત્કારી બની જશો. ફક્ત તેટલું કરવાથી જ. સ્થાને સ્થિત: (શ્રી.ભા. ૧૦.૧૪.૩). ચૈતન્ય મહાપુભુએ આ પ્રક્રિયાની ભલામણ કરી. જીવનનો અંત શું છે, માનવ જીવનનો હેતુ શું છે, કેવી રીતે વ્યક્તિ પરિપૂર્ણ થઈ શકે છે તે જાણતા નથી તેવા બિચારા લોકોને સુવિધા આપવા માટે જ આપણે આટલી બધી શાખાઓ ખોલવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. આ જ્ઞાન, આ માહિતી છે જ. આપણે વિતરણ કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. તે કટ્ટરવાદ નથી; તે બધું જ વૈજ્ઞાનિક છે."
|