"હવે વર્તમાન સમયે ભગવદ્-વિહીન સંસ્કૃતિમાં, જો કોઈ મોટો વૈજ્ઞાનિક સાબિત કરે... જેમ કે પ્રોફેસર આઇન્સ્ટાઇન, તેમણે પણ કહ્યું હતું કે જેમ જેમ આપણે વિજ્ઞાનમાં પ્રગતિ કરી રહ્યા છીએ, તેમ તેમ આપણે શોધી શક્યા છીએ કે આ વૈશ્વિક અભિવ્યક્તિ પાછળ એક મોટું મગજ છે. તે ભગવાનની સ્વીકૃતિ છે. તે મોટું મગજ શું છે? તે મોટું મગજ ભગવાન છે. વેદાંત સૂત્ર કહે છે, જન્માદિ અસ્ય યત: (શ્રી.ભા. ૧.૧.૧). જેમ કે જ્યારે તમે કોઈ અદ્ભુત પુલ અથવા અદભૂત ઇજનેરી કાર્ય જોશો, ત્યારે તમારે વિચારવું જ જોઇએ કે તેની પાછળ મગજ છે. આ સરસ બાંધકામ, તેની પાછળ મગજ છે. એ જ રીતે, જેઓ સમજદાર પુરુષો છે, તેઓ જોશે કે આ વૈશ્વિક અભિવ્યક્તિ..., આ બ્રહ્માંડની અભિવ્યક્તિ, ખૂબ જ આશ્ચર્યજનક રીતે કામ કરી રહી છે."
|