"તો મારો મુદ્દો એ છે કે દરેક દેશમાં, દરેક માનવ સમાજમાં, એક વિશેષ યોગ્યતા છે. પરમ દિવસે હું તે ચર્ચમાં હરિદ્વારની એક તસવીર જોતો હતો. લાખો લોકો ગંગામાં સ્નાન કરવા માટે ત્યાં ભેગા થયા હતા. ૧૯૫૮ માં જગન્નાથ પુરીમાં વિશેષ મેળો ભરાયો હતો. પંચાંગમાં લખેલું હતું કે તે દિવસે, જો કોઈ સમુદ્રમાં સ્નાન કરે છે અને ભગવાન જગન્નાથના દર્શન કરે તો, તેને મુક્તિ મળશે. હું પણ ત્યાં હતો બીજા મિત્રો સાથે. તમને જાણીને આશ્ચર્ય થશે કે થોડા કલાકની મુલાકાત માટે ભારતના તમામ ભાગોમાંથી આશરે સાઈઠ લાખ લોકો એકઠા થયા હતા. અને સમુદ્રમાં નહાવા અને મંદિરની મુલાકાત લેવા માટે સરકારે એક વિશેષ વ્યવસ્થા કરવી પડી હતી."
|