"કૃષ્ણ અર્જુનને કહે છે, સર્વ-ધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ (ભ.ગી. ૧૮.૬૬): "મારા પ્રિય અર્જુન, તું બીજા બધા કાર્યો છોડી દે. બસ મારી સેવામાં સંલગ્ન રહે અથવા મારા આદેશોને અમલમાં મૂકવામાં સંલગ્ન રહે." "તો પછી બીજી વસ્તુઓનું શું?" કૃષ્ણે ખાતરી આપી, અહમ ત્વામ સર્વ-પાપેભ્યો મોક્ષયિષ્યામી. જો કોઈ એવું વિચારે છે કે "જો હું તમારા આદેશને પૂર્ણ કરવા માટે, અન્ય બધા કાર્યો છોડી દઉં અને ફક્ત તમારી સેવામાં સંલગ્ન થાઉં, તો પછી મારા અન્ય કાર્યોનું શું? મારે બીજી ઘણી ફરજો છે. હું મારી કૌટુંબિક બાબતોમાં રોકાયેલો છું, હું મારી સામાજિક બાબતોમાં રોકાયેલો છું, હું મારા દેશની બાબતો, સમુદાયિક બાબતો, ઘણી વસ્તુઓમાં રોકાયેલો છું... તો તે બાબતોનું શું?" કૃષ્ણ કહે છે કે "તે હું સંભાળીશ કે તું કેવી રીતે તેને યોગ્ય રીતે કરે."
|