GU/681204 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"સામાન્ય રીતે લોકો ઇન્દ્રિયોના સેવક હોય છે. જ્યારે લોકો, જ્યારે માણસ ઇન્દ્રિયોનો સેવક બનવાને બદલે, જ્યારે તે ઇન્દ્રિયોનો સ્વામી બને છે, ત્યારે તેને સ્વામી કહેવામાં આવે છે. સ્વામી આ પહેરવેશ નથી. આ પહેરવેશ અનાવશ્યક છે, માત્ર... જેમ દરેક જગ્યાએ તે સમજવા માટે કે "આ વ્યક્તિ આ છે" કોઈક પહેરવેશ હોય છે. વાસ્તવમાં, સ્વામી એટલે જેને ઇન્દ્રિયો પર નિયંત્રણ છે. અને તે બ્રાહ્મણવાદી સંસ્કૃતિ છે. સત્ય શમ દમ તિતિક્ષ આર્જવમ, જ્ઞાનમ વિજ્ઞાનમ આસ્તિક્યમ બ્રહ્મ-કર્મ સ્વભાવ-જમ (૧૮.૪૨). બ્રહ્મ. બ્રહ્મ એટલે બ્રાહ્મણ, બ્રાહ્મણવાદી સંસ્કૃતિ. સત્યનિષ્ઠા, સ્વચ્છતા અને ઇન્દ્રિયો પર નિયંત્રણ, મન પર નિયંત્રણ, અને સરળતા અને સહનશીલતા, જ્ઞાનથી પૂર્ણ, જીવનમાં વ્યાવહારિક અમલ, ભગવાનમાં વિશ્વાસ - આ યોગ્યતાઓ બ્રાહ્મણવાદી સંસ્કૃતિ છે. જ્યાં પણ આપણે આ યોગ્યતાઓનો અભ્યાસ કરીએ, ત્યાં તે બ્રાહ્મણવાદી સંસ્કૃતિ જીવંત થશે."
681204 - ભાષણ - લોસ એંજલિસ