GU/690108c ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"તમારે એવું ના માનવું જોઈએ કે કારણકે કૃષ્ણ ભારતમાં પ્રકટ થયા હતા તેથી તેઓ ભારતીય છે કે ભારતીય ભગવાન. તે એક ભૂલ છે. કૃષ્ણ દરેક માટે છે. એવું ના માનો કે કૃષ્ણ હિન્દુ સમુદાયના છે કે કૃષ્ણ ભારતના છે કે કોઈ પણ રીતે, ક્ષત્રિય છે. ના. તેઓ કોઈ ભૌતિક ઉપાધિ હેઠળ નથી. તેઓ પરે છે. અને તમને ભગવદ્ ગીતા, ચૌદમાં અધ્યાયમાં મળશે, તેઓ દાવો કરે છે, સર્વ-યોનિષુ કૌંતેય સંભવંતી મૂર્તય: (ભ.ગી. ૧૪.૪). મનુષ્ય સહિત ૮૪,૦૦,૦૦૦ પ્રકારની જીવાત્માની યોનીઓ છે. અને કૃષ્ણ કહે છે કે, અહં બીજ પ્રદઃ પિતા, "હું તેમનો બીજ આપનાર પિતા છું." તો તેઓ માત્ર માનવ સમાજના જ નહીં પણ પ્રાણી સમુદાય, પશુ સમુદાય, પક્ષી સમુદાય, જંતુ સમુદાય, જળચર સમુદાય, વનસ્પતિ સમુદાય, વૃક્ષ સમુદાય - તમામ જીવાત્માઓના પિતા હોવાનો દાવો કરે છે. ભગવાન કોઈ ખાસ સમુદાય અથવા વર્ગના ન હોઈ શકે. તે ગેરસમજ છે. ભગવાન દરેકના જ હોવા જોઈએ."
690108 - ભાષણ ભ.ગી ૧૪.૧૧-૧૮ - લોસ એંજલિસ