GU/690216 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"તેષામ એવાનુકમ્પાર્થમ
અહમ અજ્ઞાન-જમ તમ:
નાશયામિ આત્મ-ભાવ-સ્થો
જ્ઞાન-દીપેન ભાસ્વતા

(ભ.ગી. ૧૦.૧૧) 'જેઓ હંમેશાં મારી સેવામાં સંલગ્ન છે, ફક્ત તેમના પર વિશેષ કૃપા કરવા માટે, 'તેષામ એવાનુકમ્પાર્થમ, અહમ અજ્ઞાન-જમ તમ: નાશયામિ, 'હું જ્ઞાનના પ્રકાશથી અજ્ઞાનના તમામ પ્રકારના અંધકારને દૂર કરું છું'. તો કૃષ્ણ તમારી અંદર રહેલા છે. અને જ્યારે તમે ભક્તિ સેવા દ્વારા કૃષ્ણને નિષ્ઠાપૂર્વક શોધો છો, જેમ કે ભગવદ ગીતામાં જણાવેલું છે, તમને અઢારમાં અધ્યાયમાં મળશે, ભક્ત્યા મામ અભિજાનાતિ (ભ.ગી. ૧૮.૫૫): "વ્યક્તિ મને ફક્ત આ ભક્તિ સેવા દ્વારા જ સમજી શકે છે."

690216 - ભાષણ ભ.ગી. ૦૬.૧૩-૧૫ - લોસ એંજલિસ