"આપણે આત્મા છીએ. આપણે કોઈ ભૌતિક અવસ્થા હેઠળ ના રહી શકીએ. જેમ કે આપણી સામાન્ય અવસ્થા છે સ્વસ્થ જીવન, તાવગ્રસ્ત અવસ્થા નહીં. તે અસામાન્ય જીવન છે. જો વ્યક્તિને તાવ આવે, તે તેનું સામાન્ય જીવન નથી. તે કામચલાઉ, અસામાન્ય જીવન છે. વાસ્તવિક જીવન છે સ્વસ્થ જીવન. આપણે સરસ રીતે ખાવું જોઈએ. આપણે સરસ રીતે ઊંઘવું જોઈએ. આપણે સરસ રીતે કામ કરવું જોઈએ. આપણે..., આપણું મગજ સરસ રીતે ચાલવું જોઈએ. આ સ્વસ્થતાના લક્ષણો છે. પણ જ્યારે હું સરસ રીતે કામ નથી કરી શકતો, હું સરસ રીતે ઊંઘી નથી શકતો, હું સરસ રીતે કામ નથી કરી શકતો, મારૂ મગજ સરસ રીતે કામ નથી કરી શકતું, તેનો મતલબ અસમાન્ય અવસ્થા. તો તે સમયે, તેણે નિષ્ણાત ડોક્ટર પાસે સારવાર માટે જવું પડે છે. તો અહી નિષ્ણાત ડોક્ટર, નારદ મુનિ છે. અને તે તેમના શિષ્યને નિષ્ણાત બનવા માટે સલાહ આપે છે. આને પરંપરા પદ્ધતિ કહેવાય છે."
|