"તો શ્રીમદ ભાગવતમનું કથન છે કે તલ લભ્યતે દુ:ખવદ અન્યત: સુખમ (શ્રી.ભા. ૧.૫.૧૮). તમે આ કહેવાતા આર્થિક વિકાસ માટે પ્રયત્ન ના કરો. તમે ભાગ્ય કરતાં વધારે મેળવી નથી શકવાના. તે પહેલેથી જ નિર્ધારિત છે. આ જીવ અલગ અલગ પ્રકારના જીવનનું ધોરણ મેળવે છે, તો તે પાછલા કર્મો પ્રમાણે હોય છે, દૈવેન, દૈવ-નેત્રેણ (શ્રી.ભા. ૩.૩૧.૧), કર્મણા. તો તમે તે બદલી ના શકો. તે પ્રકૃતિનો નિયમ, તમે બદલી ના શકો. શા માટે જીવનની વિભિન્નતાઓ છે, વિભિન્ન સ્થિતિઓ, વિભિન્ન કાર્યો. તે નિર્ધારિત છે. વિષય: ખલુ સર્વત: સ્યાત (શ્રી.ભા. ૧૧.૯.૨૯). વિષય, આ ભૌતિક ભોગ - મતલબ ખાવું, ઊંઘવું, પ્રજનન અને રક્ષણ - આ... ફક્ત ધોરણ અલગ છે. હું કઈક ખાઉ છું, તમે કઈક ખાઓ છો. કદાચ, મારી ગણતરી અનુસાર, તમે બહુ સારું નથી ખાતા. તમારી ગણતરીમાં હું બહુ સારું નથી ખાતો. પણ ખાવાનું એ જ છે. તમે ખાઓ છો. હું ખાઉ છું. તો ભૌતિક જગતમાં સુખનું ધોરણ, મૂળ સિદ્ધાંતને લેતા, તે એકસમાન છે. પણ આપણે રચના કરી છે, 'આ સારું ધોરણ છે. તે ખરાબ ધોરણ છે. આ બહુ સારું છે. આ બહુ ખરાબ છે'."
|