"જો તમે વિચારો..., જો એક કેદી વિચારે કે "હું આ કક્ષમાં છું. ચાલ હું જેલના સુપરિન્ટેન્ડન્ટને મારો કક્ષ બદલવા વિનંતી કરું અને આ રીતે હું સુખી થઈશ," તે એક ભૂલ ભરેલો વિચાર છે. જ્યા સુધી વ્યક્તિ જેલની દિવાલમાં છે ત્યાં સુધી તે સુખી ન થઈ શકે. વ્યક્તિએ મુક્ત થવું જોઈએ. આપણા જીવનનું લક્ષ્ય તે હોવું જોઈએ. તો, આપણે આ "વાદ" થી તે "વાદ", "મૂડીવાદ થી સામ્યવાદ, સામ્યવાદથી આ "વાદ," તે "વાદ” દ્વારા કક્ષમાં ફેરફાર કરીને સુખી થવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. તે આપણને ખુશ નહીં કરે. તમારે આ "વાદ," આ ભૌતિકવાદને સંપૂર્ણપણે બદલવો પડશે, બસ. પછી તમે સુખી થશો. તે આપણું કૃષ્ણ ભાવનામૃત છે."
|