"કૃષ્ણ સ્ત્રીઓ સાથે લીલા કરે છે. તે કૃષ્ણની સર્વોચ્ચ લીલા છે, રાસ-લીલા. પરંતુ અહીં જો કોઈ પુરુષ સ્ત્રી-શિકારી બને છે, તો તે સૌથી ઘૃણાસ્પદ વ્યક્તિ હશે. તે લોકોની ભૂલ છે: તેઓ કૃષ્ણને સામાન્ય માણસ માને છે. અવજાનંતિ મામ મૂઢા (ભ.ગી. ૯.૧૧). તે લોકો ધૂર્ત, મૂર્ખ, માનુષિમ તનુમ આશ્રિતમ્ છે. આ ભાવના શીખવી પડે - કૃષ્ણ, કેવી રીતે તેઓ બધા જ સંજોગોમાં સંપૂર્ણ છે. કૃષ્ણ શીખવી રહ્યા છે કે, "જાઓ અને દ્રોણાચાર્યની સામે થોડું જૂઠું બોલો." હવે લોકોને આશ્ચર્ય થશે કે ભગવાન કોઈને કેવી રીતે શિખવાડે કે "તમે જાઓ અને આ જૂઠું બોલો"? તો તેઓ આશ્ચર્યચકિત થઈ જાય છે. તો વ્યક્તિએ વાસ્તવમાં સમજવું પડે કે તમામ સંજોગોમાં કૃષ્ણનું પદ શું છે. તે માટે બુદ્ધિની આવશ્યકતા છે."
|