"ભૌતિક અસ્તિત્વ એટલે વાસનાયુક્ત જીવન. કૃષ્ણ-ભૂલિયા જીવ ભોગ વાંછા કરે (પ્રેમ-વિવર્ત). ભૌતિક જીવનનો અર્થ છે બસ આનંદ કરવાની ઇચ્છા. અવશ્ય, કોઈ આનંદ છે જ નહીં. તો જો કોઈ અધિકૃત સ્રોતથી રાસ-લીલા સાંભળે છે, તો પરિણામ એ આવશે કે તે કૃષ્ણની પ્રેમમયી સેવાના દિવ્ય મંચ પર આવી જશે, અને ભૌતિક રોગ, કામુક ઇચ્છાઓ નાશ પામશે. પરંતુ તેઓ અધિકૃત સ્રોત પાસેથી સાંભળતા નથી. કેટલાક વ્યાવસાયિક પઠનકારોને તેઓ સાંભળે છે; તેથી તેઓ વાસનાયુક્ત બાબતોના ભૌતિક અસ્તિત્વમાં રહે છે, અને કેટલીકવાર તેઓ સહજીયા બની જાય છે. જ્યારે કૃષ્ણ ઘણી સ્ત્રીઓ સાથે સંબંધ ધરાવે છે... તમે જાણો છો વૃંદાવનમાં, યુગલ-ભજન - એક વ્યક્તિ કૃષ્ણ બને છે અને એક રાધા બને છે. તે તેમનો સિદ્ધાંત છે. અને ઘણી બધી બાબતો ચાલી રહી છે."
|