"તો કૃષ્ણ, અથવા પરમ ભગવાન, દરેકના હૃદયમાં સ્થિત છે. તો બિલાડીઓ, કૂતરાં અને ડુક્કરો - તે પણ જીવ છે, તો કૃષ્ણ તેમના હૃદયમાં પણ સ્થિત છે. પરંતુ તેનો અર્થ તે નથી કે તેઓ ડુક્કરની સાથે ઘૃણાસ્પદ હાલતમાં રહે છે. તેમનું પોતાનું વૈકુંઠ છે. જ્યાં પણ તેઓ જાય છે, તે વૈકુંઠ છે. તે જ રીતે, જ્યારે કોઈ જપ કરે છે, તે જપ... પવિત્ર નામ અને કૃષ્ણમાં કોઈ ફરક નથી. અને કૃષ્ણ કહે છે કે "હું ત્યાં રહું છું જ્યાં મારા શુદ્ધ ભક્તો જપ કરે છે." તો જ્યારે કૃષ્ણ આવે છે, જ્યારે કૃષ્ણ તમારી જીભ પર હોય છે, ત્યારે તમે આ ભૌતિક વિશ્વમાં કેવી રીતે રહી શકો? તે પહેલેથી જ વૈકુંઠ છે, જો તમારો જપ અપરાધરહિત હોય તો."
|