"તો આપણી ભક્તિ પદ્ધતિ ભગવાનને પ્રત્યક્ષ જોવાની નથી. જેમ કે કર્મીઓ, તેઓ પડકાર નાખે છે, 'જો આપણે ભગવાનને સામ-સામે જોઈ શકીએ?' ના. તે આપણી વિધિ નથી. આપણી પદ્ધતિ અલગ છે. જેમ કે ચૈતન્ય મહાપ્રભુ આપણને શીખવાડે છે, આશ્લિશ્ય વા પાદ રતામ પિનશ્ટુ મામ મર્મ હતામ કરોતુ વા અદર્શનાન (ચૈ.ચ. અંત્ય ૨૦.૪૭). દરેક ભક્તને જોવાની ઈચ્છા હોય છે, પણ ચૈતન્ય મહાપ્રભુ શીખવાડે છે કે 'જો તમે જીવન દરમ્યાન અથવા હમેશ માટે દર્શન ના આપીને મારૂ હ્રદય તોડી પણ નાખો, તેનો ફરક નથી પડતો. છતાં, તમે મારા પૂજનીય ભગવાન છો'. તે શુદ્ધ ભક્ત છે. જેમ કે એક ગીત છે, 'મારા પ્રિય પ્રભુ, કૃપા કરીને મારી સમક્ષ પ્રકટ થાઓ, તમારી વાંસળી લઈને નાચતા નાચતા'. આ ભક્તિ નથી. આ ભક્તિ નથી. લોકો વિચારી શકે છે, 'ઓહ, કેટલો મહાન ભક્ત છે તે, કૃષ્ણને તેની સમક્ષ નાચતા આવવાની માંગ કરે છે'. એક ભક્ત કૃષ્ણને કોઈ આદેશ નથી આપતો અથવા કોઈ વસ્તુની માંગ નથી કરતો, પણ તે ફક્ત પ્રેમ કરે છે. તે શુદ્ધ પ્રેમ છે."
|