GU/710211 ભાષણ - શ્રીલ પ્રભુપાદ ગોરખપુર માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"જ્યારે તમે બોલો છો, જ્યારે તમે પ્રચાર માટે કોઈ પ્રવચનમાં જાઓ છો, તો તે પણ જપ છે, જ્યારે તમે બોલો છો. અને આપમેળે શ્રવણ થાય છે. જો તમે જપ કરો છો, તો પણ શ્રવણ છે. શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ (શ્રી.ભા. ૭.૫.૨૩). સ્મરણ પણ છે. જ્યાં સુધી તમે શ્રીમદ-ભાગવતમ્, ભગવદ્‌ ગીતાનાં તમામ તારણોને યાદ ન કરો ત્યાં સુધી તમે બોલી શકતા નથી. શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ-સેવનમ અર્ચનમ. અર્ચનમ, આ અર્ચનમ છે. વંદનમ, પ્રાર્થના કરવી. હરે કૃષ્ણ એ પણ પ્રાર્થના છે. હરે કૃષ્ણ, હરે કૃષ્ણ: "હે કૃષ્ણ, હે કૃષ્ણની શક્તિ, કૃપા કરીને મને તમારી સેવામાં સંલગ્ન કરો." આ હરે કૃષ્ણ સરળ પ્રાર્થના છે."
710211 - ભાષણ શ્રી.ભા. ૬.૩.૧૮ - ગોરખપુર‎