"તો વ્યક્તિ ગંભીર કાર્યમાં પ્રવૃત્ત થવો જોઈએ; તો ઉંઘ ઓછી આવશે. જો આપણે આળસુ થઈશું, જો આપણી પાસે પૂરતી પ્રવૃત્તિ નથી, તો ઊંઘ આવશે. અને જો પૂરતી પ્રવૃત્તિ નથી, પરંતુ પૂરતું ભોજન છે, તો પછીનું પરિણામ છે ઊંઘ. તો આપણે વસ્તુઓ સમાયોજિત કરવી પડે. આપણે સાત કલાકથી વધુ ઉંઘ ન કરવી જોઈએ. રાત્રે છ કલાક અને એક કલાક, તે પર્યાપ્ત છે. તબીબી દ્રષ્ટિકોણથી, તેઓ કહે છે કે છ કલાકની ઉંઘ પૂરતી છે. છ કલાક. તો માની લો કે જો આપણે સાતથી આઠ કલાક સૂઈએ, એક કલાક વધુ, તો ચોવીસ કલાકમાંથી આપણે આઠ કલાક સૂઈએ. પછી સોળ કલાક. અને જપ, બે કલાક. દસ કલાક. અને સ્નાન અને પહેરવેશ માટે, બીજા બે કલાક."
|