"દુર્ભાગ્યપણે માયાવાદીઓ, ક્યાં તો તેમના નબળા શાસ્ત્ર-જ્ઞાનને કારણે અથવા તેમની અટકળો દ્વારા, તેઓ કહે છે કે "કૃષ્ણ અથવા વિષ્ણુ, જ્યારે આવે છે, અથવા પરમ સત્ય જ્યારે અવતરિત થાય છે, તેઓ ભૌતિક શરીર ધારણ કરે છે." તે હકીકત નથી. કૃષ્ણ કહે છે, સંભવામિ આત્મ-માયયા (ભ.ગી. ૪.૬). એવું નથી કે કૃષ્ણ ભૌતિક શરીર સ્વીકારે છે. ના. કૃષ્ણ પાસે આ પ્રકારનો કોઈ ભેદ નથી, ભૌતિક (અસ્પષ્ટ). તેથી કૃષ્ણ કહે છે, અવજાનન્તિ મામ મૂઢા માનુષિમ તનુમ આશ્રિતમ (ભ.ગી. ૯.૧૧): "કારણ કે હું પોતાને પ્રસ્તુત કરું છું, પોતાને એક મનુષ્ય તરીકે અવતરિત કરું છું, મૂઢ લોકો, અથવા ધૂર્તો, તેઓ મારા વિશે વિચારે છે અથવા ઉપહાસ કરે છે."
|