"વર્તમાન સમયે, ભારત ખૂબ જ ગરીબ, ગરીબીથી ગ્રસ્ત દેશ તરીકે ઓળખાય છે. લોકોમાં એ છાપ છે કે "તેઓ ભીખારી છે. તેમની પાસે આપવા માટે કશું જ નથી. તેઓ ફક્ત અહીં ભિક્ષા માંગવા માટે આવે છે." વાસ્તવમાં, આપણા પ્રધાનો ત્યાં જાય છે અને, કંઈક ભિક્ષા માંગવાના હેતુથી: "અમને ચોખા આપો," "અમને ઘઉં આપો," "અમને ધન આપો," "અમને સૈનિકો આપો." તે તેમનું કાર્ય છે. પરંતુ આ આંદોલન, પ્રથમ વખત, ભારત તેમને કંઈક આપી રહ્યું છે. તે ભીખ માંગવાનો કાર્યક્રમ નથી; તે આપવાનો કાર્યક્રમ છે. કારણ કે તેઓ આ વસ્તુની ઝંખના કરી રહ્યા છે, કૃષ્ણ ભાવનામૃત. તેમણે આ ભૌતિક ચેતનાનો પૂરતો આનંદ માણ્યો છે."
|