GU/710319 ભાષણ - શ્રીલ પ્રભુપાદ મુંબઈ માં અમૃત બિંદુ બોલે છે
GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ |
"ઘણા દેહી હોય છે. દેહી એટલે જે આ ભૌતિક શરીર સ્વીકારે છે, તેને દેહી કહેવામાં આવે છે. ભગવદ-ગીતામાં પણ કહેવામાં આવ્યું છે, કૌમારમ યૌવનમ જરા, તથા દેહાંતર-પ્રાપ્તિ: ધીરસ તત્ર ન મુહ્યતિ (ભ.ગી. ૨.૧૩). દેહિનામ ઈહ દેહિશુ. તો દેહી એટલે હું આ શરીર નથી, પણ મેં આ શરીર સ્વીકાર્યું છે. જેમ આપણે એક પ્રકારનું વસ્ત્ર સ્વીકારીએ છીએ, તેવી જ રીતે, મારી ઇચ્છા પ્રમાણે, મારા કર્મ પ્રમાણે, મેં એક ચોક્કસ પ્રકારનું શરીર સ્વીકાર્યું છે, અને તે શરીર પ્રમાણે, હું વિવિધ પ્રકારનાં સુખ દુઃખ ભોગવી રહ્યો છું. આ ચાલ્યા કરે છે." |
710319 - ભાષણ શ્રી.ભા. ૧૦.૨૨.૩૫ - મુંબઈ |