"જેમ તમે આ ઓસ્ટ્રેલિયન રાજ્યના નાગરિક છો, તો તમારે રાજ્યના કાયદાઓનું પાલન કરવું જ જોઇએ. તમે તેને બદલી ન શકો. જો તમે કહો કે "મને આ કાયદા નથી જોઈતા," તો તમને કાયદા દ્વારા તેનું પાલન કરવાની ફરજ પાડવામાં આવશે. તમે તેને બદલી ન શકો, કે ન તો તમે તમારા ઘરે કાયદો બનાવી શકો. સરકાર દ્વારા કાયદો ઘડવામાં આવે છે. એ જ રીતે, આપણે સમજવું જોઈએ કે ધર્મ મતલબ તમે બદલી ન શકો, અને તે ભગવાન દ્વારા ઘડવામાં આવ્યો છે. ધર્મમ તુ સાક્ષાદ ભગવત પ્રણીતમ ( શ્રી.ભા. ૬.૩.૧૯). વૈદિક સાહિત્યમાં તે જ વ્યાખ્યા આપવામાં આવી છે. તો આ સંકીર્તન આંદોલન આપણા હૃદયને શુદ્ધ કરવા માટે છે. આ ભૌતિક પ્રકૃતિ સાથે લાંબા સમયના સંગથી, આપણે વિચારીએ છીએ કે "ભગવાન નથી," "મારે ભગવાન સાથે કંઈ લેવાદેવા નથી. હું ભગવાનથી સ્વતંત્ર છું." આપણે એવું વિચારીએ છીએ. પરંતુ વાસ્તવમાં આ સત્ય નથી. સ્થૂળ ભૌતિક પ્રકૃતિ ખૂબ જ પ્રબળ છે."
|