"આપણે સાચી માહિતી આપી રહ્યા છીએ કે કેવી રીતે મનુષ્ય વાસ્તવમાં સુખી બની શકે. આ અંત છે. આ ધાર્મિક લાગણી નથી. ધર્મ મતલબ એક પ્રકારની શ્રદ્ધા. આજે હું હિન્દુ છું, કાલે હું ખ્રિસ્તી છું; બીજા દિવસે હું મુસ્લિમ છું. આ પ્રકારની કહેવાતી શ્રદ્ધા બદલીને મને શું ફાયદો થશે? જ્યાં સુધી હું સમજીશ નહીં કે મારી બંધારણીય સ્થિતિ શું છે, શા માટે હું પીડાઈ રહ્યો છું, કેવી રીતે આમાથી બહાર આવવું... તે સાચું જીવન છે. કૃષ્ણ ભાવનામૃત તે છે. તે કોઈ લાગણીવેડાભરી ધાર્મિક શ્રદ્ધા નથી. તે તેવું નથી. તે મનુષ્ય જીવન માટે એકદમ આવશ્યક છે. આપણે મનુષ્યોની વાત કરી રહ્યા છીએ કારણકે મનુષ્ય બન્યા વગર, કોઈ પણ વ્યક્તિ... બિલાડીઓ અને કુતરાઓ, તેઓ સમસ્યાને સમજી નહીં શકે. મનુષ્ય જીવનમાં તમે જીવનની બધી જ સમસ્યાઓનું સમાધાન કરી શકો. તે એક વિજ્ઞાન છે, કેવી રીતે તે સમાધાન કરવું. તે અમે શીખવાડી રહ્યા છીએ."
|