GU/730717 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લંડનમાં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"મહાજનો યેન ગત: સ પંથા: વૈષ્ણવે તેના પહેલાના મહાજન, અધિકારી, નું પાલન કરવું જોઈએ. તે વૈષ્ણવવાદ છે. આપણે ખ્યાલો બનાવતા નથી. આપણે આવી ધૂર્તતા કરતાં નથી. આપણે ફક્ત પહેલાના આચાર્યના કાર્યો અથવા વ્યવહારને સ્વીકારીએ છીએ. કોઈ મુશ્કેલી નથી. કોઈ મુશ્કેલી નથી. તો યુદ્ધના સિદ્ધાંતમાં, અર્જુન કૃષ્ણ માટે યુદ્ધ કરી રહ્યો હતો. તે પહેલાના યોદ્ધા આચાર્ય, હનુમાનજી, નું પાલન કરી રહ્યો હતો. તેથી તેણે તેના ધ્વજમાં હનુમાનનું ચિત્ર રાખ્યું હતું, કે "હનુમાનજી, વજ્રાંગજી, કૃપા કરીને મારી મદદ કરો." આ વૈષ્ણવવાદ છે. "હું અહી ભગવાન કૃષ્ણ માટે યુદ્ધ કરવા આવ્યો છું. તમે પણ ભગવાન માટે લડ્યા હતા. કૃપા કરીને મારી મદદ કરો." આ ખ્યાલ છે. કપિ ધ્વજ: તો વૈષ્ણવનું કોઈ પણ કાર્ય, તેમણે હમેશા પહેલાના આચાર્યોને પ્રાર્થના કરવી જોઈએ, "કૃપા કરીને મારી મદદ કરો. કૃપા કરીને..." આ છે..., વૈષ્ણવ હમેશા પોતાને વિવશ સમજે છે. વિવશ. અને પૂર્વ આચાર્યો પાસેથી મદદની ભીખ માંગતો."
730717 - ભ.ગી. ૧.૨૦ - લંડન