"નાયમ દેહો દેહ ભાજામ નૃલોકે કષ્ટાન કામાન અરહતે વિડ ભુજામ યે (શ્રી.ભા. ૫.૧.૧). આ દિવસનો સમય, કે રાત્રિનો સમય, આપણે ખૂબ જ સખત મહેનત કરીએ છીએ, પણ લક્ષ્ય શું છે? લક્ષ્ય છે ઇન્દ્રિય તૃપ્તિ. આખી દુનિયાના લોકોને પૂછો, ખાસ કરીને પાશ્ચાત્ય દેશ. તેઓ ઘણી બધી યોજનાઓ બનાવી રહ્યા છે. ગઈ કાલે, જ્યારે અમે વિમાનથી આવી રહ્યા હતા, પૂરા બે કલાક એક માણસ કામ કરી રહ્યો હતો, કોઈ ગણતરી કરતો હતો. તો દરેક વ્યક્તિ વ્યસ્ત છે, બહુ, બહુ જ વ્યસ્ત, પણ જો આપણે તેને પૂછીએ, 'તમે શા માટે આટલી બધી મહેનત કરી રહ્યા છો? શું લક્ષ્ય છે?' લક્ષ્ય, તેની પાસે ઇન્દ્રિય તૃપ્તિ સિવાય કહેવા માટે બીજું કશું જ નથી. બસ તેટલું જ. તેની પાસે કોઈ લક્ષ્ય નથી. તે વિચારી શકે છે કે 'મારે એક મોટો પરિવાર છે, મારે તેમનું પાલન કરવાનું છે,' અથવા 'મારે આટલી બધી જવાબદારી છે'. પણ તે શું છે? તે માત્ર ઇન્દ્રિય તૃપ્તિ છે."
|