GU/740102b ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસમાં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"ઇહા. ઇહા મતલબ "ઈચ્છા." યસ્ય, કોઈ પણ વ્યક્તિની ઈચ્છા. તે હમેશા વિચારે છે કે કેવી રીતે કૃષ્ણની સેવા કરવી. તે યોજના બનાવે છે કે કેવી રીતે આખી દુનિયાની વસ્તુઓથી કૃષ્ણની સેવા કરવી. ઇહા યસ્ય હરેર દાસ્ય. તેનું મુખ્ય લક્ષ્ય છે કેવી રીતે કૃષ્ણની સેવા કરવી. કર્મણા મનસા વાચા. વ્યક્તિ કૃષ્ણની સેવા તેના કાર્યોથી કરી શકે છે, કર્મણા; મનથી, વિચારીને, કેવી સરસ રીતે કરવું તેની યોજના બનાવીને. મનની પણ જરૂર છે. કર્મણા મનસા વાચા. અને શબ્દોથી. કેવી રીતે? પ્રચાર કરીને. આવો વ્યક્તિ, નિખિલસ્વ અપિ અવસ્થાસુ, જીવનની કોઈ પણ પરિસ્થિતીમાં તે ભલે હોય.. તે વૃંદાવનમાં હોય કે નર્કમાં હોય. તેને તેની સાથે કોઈ લેવા દેવા નથી, કોઈ પણ વસ્તુ સાથે, કૃષ્ણ સિવાય. જીવન-મુક્ત: સ ઉચ્યતે: તે હમેશા મુક્ત છે. તેની જરૂર છે."
740102 - ભાષણ શ્રી.ભા. ૧.૧૬.૫ - લોસ એંજલિસ