"તમે મહાન એલેકઝાંડર અને ચોરની વાર્તા જાણો છો. મહાન એલેકઝાંડરે ચોરને પકડ્યો, અને તે તેને દંડ આપવા જઈ રહ્યો હતો. ચોરે પ્રાર્થના કરી, 'શ્રીમાન, તમે મને દંડ આપવા જઈ રહ્યા છો, પણ તમારા અને મારામાં શું ફરક છે? હું એક નાનો ચોર છું, તમે એક મોટા ચોર છો. બસ તેટલું જ'. (હાસ્ય) 'તમે બળપૂર્વક કોઈનું સામ્રાજ્ય લઈ લો છો, અને તમને કોઈ અધિકાર નથી. પણ કારણકે તમે બળવાન છો, અથવા એક યા બીજી રીતે તમારી પાસે તક છે, અને તમે દેશ પછી દેશ, દેશ પછી દેશ જીતો છો... તો હું પણ તે જ વસ્તુ કરી રહ્યો છું. તો તમારા અને મારામાં શું ફરક છે?' તો મહાન એલેકઝાંડરે માન્યું કે 'હા, હું એક મોટા ચોરથી વિશેષ કશું જ નથી, બસ તેટલું જ'. તો તેણે તેને છોડી મૂક્યો: 'હા, હું તારાથી વધુ સારો નથી'."
|