"તે અવશ્ય આપણું કર્તવ્ય છે, કૃષ્ણના સેવક તરીકે, આ સંકીર્તન આંદોલન દ્વારા દરેકની કૃષ્ણ ભાવનામૃત જગાડવી, પણ લોકોએ તે બહુ જ ગંભીરતાથી લેવું જોઈએ, કે કૃષ્ણ ભાવનામૃત ગ્રહણ કર્યા વગર, વ્યક્તિ આત્મહત્યા કરી રહ્યો છે - તે પોતાનું ગળું કાપી રહ્યો છે, અથવા ઝેર પી રહ્યો છે. જો તમને ઝેર પીવું ગમતું હોય,..., કોઈ પણ તમને રોકી ના શકે, તે હકીકત છે. જો તમારે પોતે જ પોતાનું ગળું કાપવું છે, કોઈ પણ તમને રોકી ના શકે. પણ આ બહુ સારું કાર્ય નથી. આપણને આ મનુષ્ય જીવન કૃષ્ણને સમજવા માટે મળેલું છે. તે છે,... આપણું એક માત્ર કાર્ય. તે ચૈતન્ય મહાપ્રભુની શિક્ષા છે. અને કૃષ્ણ વ્યક્તિગત રીતે ભગવદ ગીતામાં શીખવાડે છે, અને શા માટે આપણે આ વસ્તુઓનો લાભ ના લઈએ અને આપણું જીવન સફળ ના બનાવીએ?"
|