"સ્થિતિ છે કે તમારે અમુક ચોક્કસ પરિસ્થિતીમાં રહેવું જ પડે. તે તમારી સ્થિતિ છે. તો જો તમે ભગવાન દ્વારા બદ્ધ થાઓ, તે તમારી સિદ્ધિ છે. અને જો તમે માયા દ્વારા બદ્ધ થાઓ, તે તમારી મુશ્કેલી છે. તમે બદ્ધ તો થશો જ. તે તમારી સ્થિતિ છે. તમે સ્વતંત્ર ના રહી શકો. અને તેથી, જો તમે સ્વાભાવિક રીતે બદ્ધ થાઓ, તો તે તમારું સુખી જીવન છે. જેમ કે એક બાળક, તે બદ્ધ હશે જ. પણ જ્યારે તે તેના માતાપિતા દ્વારા બદ્ધ હશે, તે તેના જીવનની સિદ્ધિ છે. તમારી સ્થિતિ છે કે તમે બદ્ધ હશો જ. શા માટે તમે વિચારી રહ્યા છો કે તમે સ્વતંત્ર છો? તે તમારી ધૂર્તતા છે. તમારે હમેશા જાણવું જ જોઈએ કે 'મારે બદ્ધ રહેવું જ પડે. તે મારુ જીવન છે'."
|