"આપણે એટલા મૂર્ખ છીએ, આપણે વિચારીએ છીએ, "આ કાયમી ઉકેલ છે." કાયમી ઉકેલ. આને અજ્ઞાન કહેવાય છે. કાયમી ઉકેલનો કોઈ પ્રશ્ન જ નહતી. કામચલાઉ... પ્રકૃતે: ક્રિયમાણાની ગુણૈઃ કર્માણી સર્વશ: (ભ.ગી. ૩.૨૭). પ્રકૃતિના નિયમો હેઠળ આપણે અલગ અલગ પ્રકારના શરીરો મેળવી રહ્યા છીએ, અલગ પ્રકારની તકો. અને તે ચાલી રહ્યું છે. પણ આપણે આધ્યાત્મિક આત્મા છીએ; આપણે આ ભૌતિક શરીર નથી. તો આપણને બુદ્ધિ હોવી જ જોઈએ અને પૂર્ણ પુરુષોત્તમ ભગવાનની શરણ લેવી જોઈએ જેથી આપણે જીવનની ભૌતિક અવસ્થામાથી બચી શકીએ, જે છે જન્મ, મૃત્યુ, વૃદ્ધાવસ્થા અને રોગ."
|