"સરળ જીવન મતલબ તમે તમારું અન્ન ઉત્પાદન કરો અને તમારા કપડાં ઉત્પાદન કરો જેથી તમે પોતાને સરસ રીતે ઢાંકી શકો, તમે સરસ રીતે ભોજન કરો, પોતાને તંદુરસ્ત રાખો, અને ભગવાનના ગુણગાન કરો. આ જીવનની એક ઢબ છે. અને જીવનની બીજી ઢબ, કે 'અમે ભગવાન વિશે દરકાર નથી કરતાં. ચાલો સર્વોચ્ચ ક્ષમતા સુધી ઇન્દ્રિયોની મજા માણીએ અને ખુશ રહીએ'. તો જીવનની આ રીત તમને ક્યારેય ખુશ નહીં કરે. તમે ફક્ત સંઘર્ષ કરતાં જશો. આ જીવનની એક રીત છે. જીવનની બીજી રીત, કે મનુષ્ય જીવન ભગવદ સાક્ષાત્કાર માટે છે. તે વેદાંત તત્વજ્ઞાન છે. અથાતો બ્રહ્મ જિજ્ઞાસા (વેદાંત સૂત્ર ૧.૧.૧). હવે, ઉત્ક્રાંતિની ક્રિયાથી, આપણે મનુષ્ય જીવન પર આવ્યા છીએ, તે પૃચ્છા કરવા માટે છે, 'મારી બંધારણીય સ્થિતિ શું છે? હું આ શરીર છું, અથવા હું બીજું કઈ છું?'"
|