GU/750724 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસમાં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"ઈશ્વર: સર્વ-ભૂતાનામ હ્રદ-દેશે અર્જુન તિષ્ઠતી (ભ.ગી. ૧૮.૬૧): 'મારા પ્રિય અર્જુન, ભગવાન દરેકના હ્રદયમાં સ્થિત છે'. શા માટે તેઓ ત્યાં સ્થિત છે? કારણકે તેઓ સુહ્રદમ સર્વ-ભૂતાનામ છે (ભ.ગી. ૫.૨૯). આપણે ભગવાનની સંતાન છીએ. તેઓ બહુ જ દિલગીર છે કે બિનજરૂરી રીતે આપણે આ બ્રહ્માણ્ડની અંદર ભ્રમણ કરી રહ્યા છીએ અને અલગ અલગ પ્રકારના શરીરોમાં પીડાઈ રહ્યા છીએ, અને આ ચાલી રહ્યું છે. તો ઈશ્વર, તેઓ હિતેચ્છુ છે, મિત્ર. તેઓ ફક્ત તેમનો ચહેરો તમારા તરફ વાળવાનો પ્રયત્ન કરી રહ્યા છે. બસ તેટલું જ. ઈશ્વર: સર્વ-ભૂતાનામ (ભ.ગી. ૧૮.૬૧). તેમણે થોડી સ્વતંત્રતા આપી છે, તો તમને જે ગમે તે કરો. પણ તેઓ ફક્ત મોકો શોધે છે, 'ક્યારે આ ધૂર્ત મારી તરફ વળશે?' તે તેમનું કાર્ય છે. તે વેદિક શાસ્ત્રમાં કહેલું છે, કે બે પક્ષીઓ એક જ વૃક્ષ પર બેઠેલા છે. એક ફળ ખાય છે, અને બીજું ફક્ત સાક્ષી છે. તો ખાવાવાળું પક્ષી જીવાત્મા છે, વ્યક્તિગત આત્મા, અને સાક્ષી પક્ષી છે ભગવાન, પરમાત્મા."
750724 - ભાષણ શ્રી.ભા. ૬.૧.૪૩ - લોસ એંજલિસ