"તો આ બુદ્ધિ, કેવી રીતે કૃષ્ણના સેવક બનવું. તે જીવનની સિદ્ધિ છે. તેનો મતલબ મુક્તિ. મુક્તિનો મતલબ એવું નથી કે તમને ચાર હાથ મળશે અને આઠ માથા. ના. (હાસ્ય) મુક્તિ મતલબ, જેવુ તેની શ્રીમદ ભાગવતમમાં વ્યાખ્યા આપવામાં આવેલી છે, મુક્તિર હિત્વાન્યથા રુપમ સ્વ-રૂપેણ વ્યવસ્થિતિ: (શ્રી.ભા. ૨.૧૦.૬). તે મુક્તિ છે. સ્વ-રૂપેણ. કાયદાકીય રીતે, બંધારણીય રીતે, હું ભગવાન, અથવા કૃષ્ણનો સેવક છું. અત્યારે હું કૂતરા અને માયાનો સેવક બની ગયો છું. તો જો હું આ સેવા છોડી દઉં અને ફરીથી ભગવાનનો સેવક બનું, તે મુક્તિ છે. તે મુક્તિ છે. મુક્તિર હિત્વાન્યથા રુપમ. આપણે પ્રયત્ન કરી રહ્યા છીએ... અહી માયા મતલબ 'જે નથી'. મા-યા. આપણે, આપણે દરેક, આપણે વિચારીએ છીએ, 'હું સ્વામી છું'. 'હું જે કઈ પણ જોઉ છું તેનો રાજા છું,' અંગ્રેજીમાં એક કવિતા છે. દરેક વ્યક્તિ વિચારે છે, 'હું યોજના બનાવું છું, હું મારી ચકાસણી કરું છું, અને હું રાજા બનું છું'. પણ તે માયા છે. તમે બની ના શકો. તમે પહેલેથી જ માયાના સેવક છો."
|