GU/Prabhupada 0028 - બુદ્ધ ભગવાન છે



Lecture on Sri Isopanisad, Mantra 1 -- Los Angeles, May 3, 1970

ગર્ગમુનિ (વાંચતા:) "એવું ધારવું પણ ખોટું છે કે માત્ર શાકાહારી બનવાથી વ્યક્તિ પોતાને પ્રકૃતિના નિયમોને ભંગ કરવાથી બચાવી શકે છે. શાકભાજીને પણ જીવન હોય છે. એક જીવ બીજા જીવનો આહાર બને છે, અને તે પ્રકૃતિનો નિયમ છે. વ્યક્તિને એક કડક શાકાહારી હોવાનો ગર્વ ન હોવો જોઈએ. ઉદેશ્ય છે પરમ ભગવાનને જાણવા. પશુઓને ભગવાનને જાણવા માટે વિકસિત ચેતના નથી, પણ મનુષ્યો પાસે છે..."

પ્રભુપાદ: તે મુખ્ય મુદ્દો છે. જેમ કે બુદ્ધ ધર્મના અનુયાયીઓ, તેઓ પણ શાકાહારી છે. બુદ્ધ સિદ્ધાંત મુજબ... આજકાલ બધુ બગડી ગયું છે, પણ ભગવાન બુદ્ધનો પ્રચાર હતો કે તે ધૂર્તોએ ઓછામાં ઓછી પશુ હત્યા બંધ કરવી જોઈએ. અહિંસા પરમો ધર્મ. ભગવાન બુદ્ધનો પ્રાકટ્ય શ્રીમદ ભાગવતમ અને અન્ય કેટલા વેદિક ગ્રંથોમાં વર્ણિત છે. સુર-દ્વીષામ. તેઓ અસુરોને છેતરવા માટે આવ્યા હતા. અસુરો... તેમણે એવો નિયમ બનાવ્યો હતો કે અસુર છેતરાઈ ગયા. કેવી રીતે તેમણે છેતર્યા? અસુરો, તેઓ ભગવાનના વિરોધી છે. તેઓ ભગવાનમાં વિશ્વાસ નથી કરતા. તો ભગવાન બુદ્ધે પ્રચાર કર્યો કે, "હા કોઈ ભગવાન નથી. પણ હું જે કહું છુ, તે તમે કરો." "હા, શ્રીમાન". પણ તે ભગવાન છે.. આ છેતરામણી છે. હા. તેઓ ભગવાનમાં વિશ્વાસ નથી કરતા, પણ બુદ્ધમાં વિશ્વાસ કરે છે, અને બુદ્ધ ભગવાન છે. કેશવ ધૃત બુદ્ધ શરીર જય જગદીશ હરે. તો આ અંતર છે એક અસુર અને ભક્તમાં. એક ભક્ત જુએ છે કેવી રીતે કૃષ્ણ, કેશવ આ ધૂર્તોને છેતરે છે. ભક્ત સમજી શકે છે. પણ અસુરો, તેઓ વિચારે છે, "ઓહ, અમારી પાસે એક સારા નેતા છે. તેઓ ભગવાનમાં વિશ્વાસ નથી કરતાં." (હાસ્ય) તમે જોયું? સમ્મોહાય સુર-દ્વીષામ (શ્રી.ભા. ૧.૩.૨૪). શ્રીમદ ભાગવતમમાં તે ચોક્કસ સંસ્કૃત શબ્દ લખેલો છે. તમે જોયું છે, જેમણે વાંચ્યું છે, સમ્મોહાય, સુર-દ્વીષામ ને મોહિત કરવા માટે. સુર-દ્વીષામ એટલે તે વ્યક્તિ જે વૈષ્ણવોનો દ્વેષ કરે છે. આ નાસ્તિક વર્ગ, અસુર, તે હમેશા ભક્તોનો દ્વેષ કરે છે. આ પ્રકૃતિનો નિયમ છે. તમે આ પિતાને જોઈ શકો છો. પિતા પાંચ વર્ષના બાળકનો શત્રુ બની ગયો. તેનો વાંક શું હતો? તે ભક્ત હતો. બસ તેટલું જ. નિર્દોષ બાળક. બસ તે, હરે કૃષ્ણ મંત્રનો જપ કરવાથી આકર્ષિત હતો. પિતા પોતે, કટ્ટર દુશ્મન બની ગયો, "આ બાળકને મારી નાખો." તો જો પિતા જ શત્રુ બની શકે છે, બીજા વિષે તો કહેવું જ શું.

તો તમારે હમેશા અપેક્ષા રાખવી જોઈએ કે જેવા તમે ભક્ત બનો છો, આખી દુનિયા તમારી શત્રુ બનશે. બસ તેટલુ જ. પણ તમારે તેમની સાથે વ્યવહાર કરવો પડશે, કારણકે તમે ભગવાનના નિયુક્ત સેવક છો. તમારૂ મિશન તેમને બોધ આપવો છે. તો તમે બની ના શકો..જેમ કે ભગવાન નિત્યાનંદ, તેમને ઈજા પહોંચી હતી, પણ છતાં તેમણે જગાઈ મધાઈનો ઉદ્ધાર કર્યો. તે તમારો સિદ્ધાંત હોવો જોઈએ. કોઈક વાર આપણે છેતરવું પડે, કોઈક વાર આપણને ઈજા પણ પહોંચે - એટલી બધી વસ્તુઓ. એક જ યોજના છે કેવી રીતે લોકો કૃષ્ણ ભાવનાભાવિત બની શકે. તે અમારું મિશન છે. એક યા બીજી રીતે આ ધૂર્તોને કૃષ્ણ ભાવનાભાવિત બનાવવા, એક કે બીજી રીતે.