GU/Prabhupada 0121 - અંતમાં કૃષ્ણ કાર્ય કરે છે
Morning Walk At Cheviot Hills Golf Course -- May 17, 1973, Los Angeles
કૃષ્ણ-કાંતિ: ડોકટરો માનવ મગજના જટિલ સ્વભાવને જોઇને ચકિત છે.
પ્રભુપાદ: હા, હા. કૃષ્ણ-કાંતિ: તેઓ આશ્ચર્યચકિત છે. પ્રભુપાદ: પણ તેઓ ધૂર્ત છે. તે મગજ નથી કે જે કાર્ય કરે છે. તે આત્મા છે જે કાર્ય કરે છે. તેજ વસ્તુ: કોમ્પ્યુટરનું યંત્ર. એક ધૂર્ત એમ વિચારશે કે તે યંત્ર કાર્ય કરી રહ્યું છે. ના. તે માણસ કાર્ય કરી રહ્યો છે. તે બટનને દબાવે છે, ત્યારે તે કાર્ય કરે છે. નહિતો, આ યંત્રનું શું મૂલ્ય છે? તમે હજારો વર્ષો માટે યંત્ર રાખો, તે કાર્ય નહીં કરે. જ્યારે બીજો માણસ આવશે, અને બટન દબાવશે, ત્યારે તે કાર્ય કરશે. તો કોણ કાર્ય કરે છે? યંત્ર કાર્ય કરે છે કે માણસ કાર્ય કરે છે? અને મનુષ્ય પણ બીજુ યંત્ર છે. અને તે ચાલી રહ્યું છે પરમાત્મા, ભગવાનની હાજરીના કારણે. તેથી, અંતમાં, ભગવાન જ કાર્ય કરે છે. એક મરેલો માણસ કાર્ય નથી કરી શકતો. તો કેટલા લાંબા સમય સુધી માણસ જીવિત રહી શકે છે? જ્યા સુધી પરમાત્મા છે, ત્યા સુધી આત્મા પણ છે. જો આત્મા છે, પણ પરમાત્મા તેને બુદ્ધિ નહીં આપે, તો તે કાર્ય નહી કરી શકે. મત્તઃ સ્મૃતિર જ્ઞાનમ અપોહનમ ચ (ભ.ગી. ૧૫.૧૫). ભગવાન મને બુદ્ધિ આપે છે, "તું આ બટન દબાવ." ત્યારે હું આ બટન દબાવીશ. તો આખરે કૃષ્ણ કાર્ય કરે છે. બીજો, અશિક્ષિત માણસ આવી નથી શકતો અને તેના ઉપર કાર્ય નથી કરી શકતો કારણ કે કોઈ બુદ્ધિ નથી. અને એક ચોક્કસ વ્યક્તિ છે, જે પ્રશિક્ષિત છે, તે કાર્ય કરી શકે છે. તો આ બધી વસ્તુઓ ચાલી રહી છે. અંતમાં તે કૃષ્ણ પાસે આવે છે. જે પણ તમે સંશોધન કરો છો, જે તમે વાતો કરો છો, તે પણ કૃષ્ણ જ કરે છે. કૃષ્ણ તમને આપે છે... તમે આ સગવડ માટે કૃષ્ણને પ્રાર્થના કરી હતી. કૃષ્ણ તમને આપે છે. કોઈક વાર તમે જોશો કે અકસ્માતથી પ્રયોગ સફળ થાય જાય છે. તો જ્યારે કૃષ્ણ જુએ છે કે તમે પ્રયોગમાં આટલા બધા પરેશાન છો, "ઠીક છે, કરી દો." જેમ કે યશોદા માતા કૃષ્ણને બાંધવાનો પ્રયત્ન કરી રહ્યા હતા, પણ તેઓ કરી ના શક્યા. પણ જ્યારે કૃષ્ણ સહમત થયા, તે શક્ય બન્યું. તેવી જ રીતે, આ અકસ્માત એટલે કે કૃષ્ણ તમને મદદ કરે છે, "ઠીક છે, તમે આટલી બધી મહેનત કરી, આ પરિણામ લો." બધું કૃષ્ણ છે. મત્તઃ સર્વમ પ્રવર્તતે (ભ.ગી. ૧૦.૮). તે સમજાવેલું છે. મત્તઃ સ્મૃતિર જ્ઞાનમ અપોહનમ ચ (ભ.ગી. ૧૫.૧૫). બધું કૃષ્ણમાથી આવે છે.
સ્વરૂપ દામોદર: તેઓ કહે છે, "કૃષ્ણે મને યોગ્ય વિધિ નથી આપી કેવી રીતે પ્રયોગ કરી શકું તે માટે."
પ્રભુપાદ: હા. તેઓ તમને આપે છે. નહીતો તમે કેવી રીતે કરો છો. જે પણ તમે કરો છો, તે કૃષ્ણની કૃપાથી છે. અને જ્યારે તમે હજી અનુકૂળ હશો, ત્યારે કૃષ્ણ તમને વધારે સગવડો આપશે. કૃષ્ણ તમને સગવડો આપશે, તમારા ઉપર કૃપા કરશે, જેટલી તમારી ઈચ્છા છે ,પણ તેના કરતા વધારે નહીં. યે યથા મામ પ્રપદ્યન્તે તાંસ તથૈવ (ભ.ગી. ૪.૧૧)... જેટલા તમે કૃષ્ણને શરણાગત થશો, તે પ્રમાણે બુદ્ધિ આવશે. જ્યારે તમે પૂર્ણ રૂપે શરણાગત થશો, ત્યારે પૂર્ણ બુદ્ધિ મળશે. તે ભગવદ ગીતામાં બતાવેલું છે કે યે યથા મામ પ્રપદ્યન્તે તાંસ તથૈવ ભજામ્યહમ (ભ.ગી. ૪.૧૧).