GU/Prabhupada 0143 - લાખો અને અબજો બ્રહ્માંડો છે



Sri Isopanisad, Mantra 13-15 -- Los Angeles, May 18, 1970

“હે ભગવાન, બધાજ જીવોના પાલનહાર, તમારો સાચો ચહેરો તમારા તેજના પ્રકાશથી ઢંકાયેલો છે. કૃપયા તે આવરણને હટાવી તમારા શુદ્ધ ભક્તને તમારા દર્શન આપો.” આ છે વેદીક પુરાવો. આ ઈશોપનિષદ વેદ છે, યજુર્વેદનો ભાગ. અહિયાં કહેલું છે કે, હિરણ્મયેન પાત્રેણ સત્યસ્ય અપીહીતમ મુખમ. બિલકુલ સૂર્યની સમાન. ત્યાં, સૂર્ય ઉપર, અધિષ્ઠાતા વિગ્રહ છે જેનું નામ છે વિવસ્વાન. આપણને, આ જ્ઞાન ભગવદ ગીતામાંથી મળે છે. વિવસ્વાન મનવે પ્રાહ (ભ.ગી. ૪.૧). તો દરેક ગ્રહમાં એક અધિષ્ઠાતા વિગ્રહ હોય છે. જેવી રીતે તમારા આ ગ્રહ પર, જો વિગ્રહ ના હોય, તો કોઈ પ્રમુખ છે. પહેલા, માત્ર એક જ રાજા હતો આ ગ્રહનો, મહારાજા પરીક્ષિત સુધી. એક રાજા હતો... માત્ર એકજ ધ્વજનુ આખા વિશ્વ પર રાજ હતું . તેવીજ રીતે, બધાજ ગ્રહો પર એક અધિષ્ઠાતા વિગ્રહ હોય છે. તો અહિયાં કહેલું છે કે સર્વોત્તમ અધિષ્ઠાતા વિગ્રહ છે કૃષ્ણ, આધ્યાત્મિક જગતમાં, એ પણ આધ્યાત્મિક અકાશના સૌથી ઉપરના ગ્રહમાં. આ ભૌતિક આકાશ છે. ભૌતિક આકાશમાંનું આ એક બ્રમાંડ છે. લાખો અને કરોડો બ્રહ્માંડો છે. અને આ બ્રમાંડમાં પણ લાખો અને કરોડો ગ્રહો છે. યસ્ય પ્રભા પ્રભવતો જગદ-અંડ-કોટી (બ્ર.સં. ૫.૪૦). જગદ-અંડ. જગદ-અંડ નો અર્થ છે બ્રમાંડ. અંડ: ઈંડા જેવુ, આ આખું બ્રમાંડ. અને કોટી. કોટી નો અર્થ છે સો અને હજારો. તો બ્રહ્મજ્યોતીમાં આ સેંકડો અને હજારો બ્રહ્માંડો છે, અને આ બ્રમાંડમાં સેંકડો અને હજારો ગ્રહો છે. તેવી જ રીતે, અધ્યાત્મિક આકાશમાં પણ, સેંકડો અને હજારો, અગણિત વૈકુંઠ, ગ્રહો છે. દરેક વૈકુંઠ ગ્રહ પૂર્ણ પુરષોત્તમ ભગવાન સંભાળે છે. કૃષ્ણ ગ્રહ સિવાય, બધાજ વૈકુંઠ ગ્રહો, નારાયણ દ્વારા સંભાળવામાં આવે છે. અને દરેક નારાયણના અલગ નામ, અને તેમાંના અમુક આપણે જાણીએ છીએ. જેમકે, પ્રદ્યુમ્ન, અનિરુધ, સંકર્ષણ... અપણી પાસે માત્ર ચોવીસ જ છે, પણ આવા ઘણાં છે. અદ્વૈતમ અચુતમ અનાદીમ અનંત-રૂપમ (બ્ર.સં. ૫.૩૩).

અને આ ગ્રહો બ્રહ્મજ્યોતિ પ્રકાશથી ઢંકાયેલા છે. તો અહી પ્રાથના કરવામાં આવી છે કે હિરણ્મયેન પાત્રેણ સત્યસ્ય અપીહીતમ. અપીહીતમનો અર્થ છે ઢંકાયેલ. જેવી રીતે તમે સૂર્યને તેના અત્યંત પ્રકાશ, સૂર્યપ્રકાશ, ના લીધે ના જોઈ શકો. તેવી જ રીતે, કૃષ્ણ ગ્રહ, અહિયાં આ ફોટો છે, કૃષ્ણ ગ્રહમાંથી પ્રકાશ નીકળે છે. તો વ્યક્તિએ આ પ્રકાશની અંદર જવું પડે. તેની પ્રાર્થના કરવામાં આવી રહી છે. હિરણ્મયેન પાત્રેણ સત્યસ્ય. સાચું નિરપેક્ષ સત્ય, કૃષ્ણ, તેમનો ગ્રહ બ્રહ્મપ્રકાશથી ઢંકાયેલો છે. તેથી ભક્ત પ્રાથના કરે છે, “કૃપયા તેને હટાવો. સંકેલી લો જેથી હું તમને વાસ્તવિક રીતે જોઈ શકું." અને બ્રહ્મજ્યોતિ, માયાવાદ વિચારકો, તેઓ બ્રહમજ્યોતિની પરે નથી જાણતા. અહિયાં વેદિક પુરાવો છે કે, બ્રહ્મજ્યોતિ સોનેરી પ્રકાશ જેવી છે. હિરણ્મયેન પાત્રેણ. આ આવરણ પરમેશ્વરનો સાચો ચહેરો ઢાંકી લે છે. તત ત્વમ પુસન્ન અપાવૃણુ. તેથી, “ તમે જ પાલનહાર છો, તમે જ જાળવનાર છો. કૃપયા આને હટાવો જેથી અમે તમને સાચે જોઈ શકીએ, તમારા ચહેરાને."