GU/Prabhupada 0147 - સામાન્ય ભાતને શ્રેષ્ઠ ભાત નથી કહેવાતો



Lecture on BG 7.1 -- Hong Kong, January 25, 1975

ભક્તો જાણે છે કે ઈશ્વર છે, અને તે ભગવાન છે. ઈશ્વરને ભગવાન કહેવામાં આવે છે. તેથી જોકે અહી એમ કહેવામાં આવ્યું છે... ભગવદગીતા કૃષ્ણ દ્વારા કહેવામાં આવી છે, દરેક જણ જાણે છે. પરંતુ ભગવદ ગીતામાં કેટલીક જગ્યાએ ભગવાન ઉવાચ તેમ વર્ણવવામાં આવ્યું છે. ભગવાન અને કૃષ્ણ - એક જ વ્યક્તિ છે. કૃષ્ણસ્તુ ભગવાન સ્વયમ (શ્રી.ભા. ૧.૩.૨૮). ભગવાન, ભગવાન શબ્દની વ્યાખ્યા છે.

ઐશ્વર્યસ્ય સમગ્રસ્ય
વિર્યસ્ય યશસ: શ્રીયઃ
જ્ઞાન વૈરાગ્યયોશ ચૈવ
સન્નમ ભગ ઈતિંગના
(વિષ્ણુ પુરાણ ૬.૫.૪૭)

ભગ, આપણે ભાગ્યવાન શબ્દને સમજીએ છીએ, ભાગ્ય. ભાગ્ય, ભાગ્યવાન, આ શબ્દ ભગમાંથી આવે છે. ભગ એટલે સમૃદ્ધિ. સમૃદ્ધિ એટલે કે ધન સંપતિ. કોઈ એક માણસ સમૃદ્ધિવાન કેવી રીતે બની શકે? જો તેની પાસે ધન હોય, જો તેની પાસે બુદ્ધિ હોય, જો તેની પાસે સૌંદર્ય હોય, જો તેની પાસે ખ્યાતિ હોય, જો તેની પાસે જ્ઞાન હોય, જો તેની પાસે વૈરાગ્ય હોય - આ ભગવાનનો અર્થ છે.

તેથી જયારે આપણે "ભગવાન" બોલીએ, આ ભગવાન, પરમેશ્વર… ઈશ્વર, પરમેશ્વર; આત્મા, પરમાત્મા; બ્રહ્મ, પર-બ્રહ્મ - બે શબ્દો છે. એક સામાન્ય છે, અને બીજો પરમ, સર્વોચ્ચ. જેમ કે આપણી રાંધવાની પ્રક્રિયામાં, આપણે જુદી જુદી જાતના ભાત રાંધી શકીએ. ભાત છે. જુદા જુદા પ્રકાર ના નામ છે: અન્ન, પરમાન્ન, પુષ્પાન્ન, કીચોરન્ન, તે પ્રમાણે. તેથી સર્વોચ્ચ અન્નને પરમાન્ન કહેવામાં આવે છે. પરમ એટલે કે સર્વોચ્ચ. અન્ન, ભાત, છે, પરંતુ તે સર્વોચ્ચ બની ગયો છે. સામાન્ય ભાતને સર્વોચ્ચ ભાત કહેવામાં આવતો નથી. આ પણ ભાત છે. અને જયારે તમે ભાતને ક્ષીર સાથે બનાવો છો, એટલે કે દૂધ, અને અન્ય સુંદર સામગ્રી, તે પરમાન્ન કહેવાય છે. તે જ પ્રમાણે, જીવાત્માઓ અને ભગવાનના લક્ષ્ણો - એક વ્યવહારિક રીતે સરખા છે. ભગવાન... આપણી પાસે આ શરીર છે; ભગવાન પાસે આ શરીર છે. ભગવાન પણ જીવિત વ્યક્તિ છે; આપણે પણ જીવિત વ્યક્તિ છીએ. ભગવાન પાસે સર્જનાત્મક શક્તિ છે; આપણી પાસે પણ સર્જનાત્મક શક્તિ છે. પરંતુ તફાવત છે કે તેઓ ખૂબજ મહાન છે. એકો યો બહુનામ વિદધાતી કામાન. જયારે ભગવાન સમગ્ર બ્રહ્માંડનું સર્જન કરે છે, ત્યારે તેમને કોઈની મદદની જરૂર નથી હોતી. તેઓ આકાશનું સર્જન કરે છે. આકાશમાંથી નાદ થાય છે; નાદમાંથી હવા થાય છે; હવામાંથી અગ્નિ થાય છે; અગ્નિમાંથી પાણી બને છે; અને પાણીમાંથી પૃથ્વી બને છે.