GU/Prabhupada 0148 - આપણે ભગવાનના અભિન્ન અંશ છીએ



Lecture on SB 7.6.1 -- Madras, January 2, 1976

તે ધર્મ છે. સંબંધ, અભિધેય, પ્રયોજન, આ ત્રણ વસ્તુઓ. સમસ્ત વેદો ત્રણ સ્તરમાં વિભાજીત છે. સંબંધ, ભગવાન સાથે આપણો સંબંધ શું છે. તેને કહેવાય છે સંબંધ. અને પછી અભિધેય. તે સંબંધના અનુસાર આપણે કાર્ય કરવું જોઈએ. તેને અભિધેય કહેવાય છે. અને આપણે કેમ કાર્ય કરીએ છીએ? કારણકે આપણે જીવનનું લક્ષ્ય છે, તે જીવનના લક્ષ્યને પ્રાપ્ત કરવાનો છે. તો જીવનનું લક્ષ્ય શું છે? જીવનનું લક્ષ્ય છે ભગવદ ધામ જવું. તે જીવનનું લક્ષ્ય છે. આપણે ભગવાનના અંશ છીએ. ભગવાન સનાતન છે અને તેમને તેમનું પોતાનું ધામ છે, સનાતન. પરાસ તસ્માત તુ ભાવો અન્યો અવ્યક્તો અવ્યક્તાત સનાતન (ભ.ગી. ૮.૨૦). એક સ્થાન છે જે હંમેશા રહે છે. આ ભૌતિક જગત, તે હમેશા માટે નહીં રહે. તે છે ભૂત્વા ભૂત્વા પ્રલીયતે (ભ.ગી. ૮.૧૯). તે એક ચોક્કસ દિવસે પ્રકટ થાય છે. જેમ કે તમારું શરીર અને મારુ શરીર, તે એક વિશેષ દિવસે પ્રકટ થયું છે. તે થોડા સમય માટે રહેશે. તે વધશે. તે થોડી ઉપજ પેદા કરશે. પછી આપણે વૃદ્ધ થઈએ, ક્ષીણ થઈએ અને પછી સમાપ્ત થઈ જઈએ. તેને કહેવાય છે ષડ-વિકાર, જે પણ ભૌતિક છે તેનું. પણ બીજી એક પ્રકૃતિ છે જ્યાં કોઈ ષડ-વિકાર નથી. તે શાશ્વત છે. તો તેને કહેવાય છે સનાતન-ધામ. અને જીવ, આપણે બધા જીવો, આપણને પણ શાશ્વત કહેવામાં આવેલા છે. ન હન્યતે હન્યમાને શરીરે (ભ.ગી. ૨.૨૦). અને ભગવાનને પણ સનાતન કહેવાય છે. તો આપણી સાચી પરિસ્થિતિ છે કે આપણે સનાતન છીએ, કૃષ્ણ સનાતન છે, અને કૃષ્ણનું તેમનું ધામ છે, સનાતન. જ્યારે આપણે સનાતન ધામ પાછા જઈએ અને પરમ સનાતન કૃષ્ણ સાથે રહીએ... અને આપણે પણ સનાતન છીએ. અને જે વિધિ દ્વારા આપણે આ જીવનના સર્વોચ્ચ લક્ષ્યને પ્રાપ્ત કરી શકીએ છીએ, તેને કહેવાય છે સનાતન ધર્મ. આપણે અહીં સનાતન ધર્મનું પાલન કરીએ છીએ.

તો સનાતન ધર્મ અને આ ભાગવત ધર્મ, એક જ છે. ભાગવત, ભગવાન. ભગવાન શબ્દથી ભાગવત આવે છે. તો આ ભાગવત ધર્મ શ્રી ચૈતન્ય મહાપ્રભુ દ્વારા વર્ણિત છે. તેઓ કહે છે, જીવેર સ્વરૂપ હય નિત્ય કૃષ્ણ દાસ (ચૈ.ચ. મધ્ય ૨૦.૧૦૮-૧૦૯). આપણે કૃષ્ણના શાશ્વત સેવક છીએ. આ છે. પણ વર્તમાન સમયે, આપણા ભૌતિક સંબંધના કારણે, ભગવાન કે કૃષ્ણના દાસ બનવાની જગ્યાએ, આપણે કેટલી બધી વસ્તુઓના દાસ બનીએ છીએ, માયા, અને તેથી આપણે કાષ્ટ ભોગવીએ છીએ. આપણે સંતુષ્ટ નથી. તે થઇ ના શકે. તે બંધબેસી ના શકે. જેમ કે તમે એક સ્ક્રુને યંત્રમાથી બહાર કાઢો. જો તે સ્ક્રુ કોઈ ન કોઈ રીતે નીચે પડી જાય છે, ત્યારે તેનું કઈ પણ મૂલ્ય નથી. પણ તે જ સ્ક્રુ, જો તમે યંત્રમાં ફિટ કરો અથવા યંત્ર એક સ્ક્રુના અભાવના કારણે કાર્ય નથી કરતું, તે એક બગડેલી અવસ્થામાં છે, તો તમે તે જ સ્ક્રુ લઈને તેને ફિટ કરી શકો છો, અને તે યંત્ર કાર્ય કરવા લાગે છે અને તે ખૂબજ મહત્વનું બની જાય છે. તો આપણે ભગવાન, કૃષ્ણના અંશમાત્ર છીએ. મમૈવાંશો જીવભૂત: (ભ.ગી. ૧૫.૭), કૃષ્ણ કહે છે, તો આપણે અત્યારે જુદા છીએ. આપણે પતિત છીએ. બીજું ઉદાહરણ છે કે જેમ કે મોટી અગ્નિ અને નાના કણ. તે નાનકડું તણખલું પણ અગ્નિ છે જ્યા સુધી તે અગ્નિની સાથે છે. અને જો કોઈ ને કોઈ રીતે તે કણ અગ્નિથી નીચે પડી જાય છે, તે બુઝાઈ જાય છે. તેમાં હવે કોઈ અગ્નિનો ગુણ નથી રહેતો. પણ જો તમે તેને ફરીથી લો અને ફરીથી અગ્નિમાં નાખી દો તો તે ફરીથી તણખલું બની જાય છે.

તો આપણી પરિસ્થિતિ આવી છે. કોઈ ને કોઈ રીતે, આપણે આ ભૌતિક જગતમાં આવ્યા છીએ. ભલે આપણે પરમ ભગવાનના નાનકડા અંશ છીએ, પણ કારણકે આપણે આ ભૌતિક જગતમાં છીએ, આપણે ભગવાન સાથે આપણો સંબંધ ભૂલી ગયા છે, અને આપણું... મનઃ ષષ્ઠાની ઈંદ્રિયાણિ પ્રકૃતિ સ્થાની કર્ષતિ (ભ.ગી. ૧૫.૭). આપણે આ ભૌતિક જગતના નિયમો સાથે લડીએ છીએ, કેટલી બધી વસ્તુઓ. અહીં પણ આપણે સેવા કરીએ છીએ, કારણકે આપણે શાશ્વત સેવક છીએ. પણ કારણકે આપણે પરમ ભગવાનની સેવાને છોડીને આપણે બીજી કેટલી બધી વસ્તુઓની સેવામાં લાગી ગયા છે, પણ કોઈ પણ સંતુષ્ટ નથી, જેમ કે માનનીય ન્યાયાધીશે કહ્યું, કે કોઈ પણ સંતુષ્ટ નથી. તે હકીકત છે. કોઈ પણ સંતુષ્ટ ના હોઈ શકે. તે સંતુષ્ટ ના હોઈ શકે કારણ કે આપણે બંધારણીય રીતે ભગવાનના સેવક છીએ, પણ આપણને આ ભૌતિક જગતમાં મૂકવામાં આવ્યા છે જ્યાં આપણે કેટલી બધી વસ્તુઓની સેવા કરીએ છીએ જે ઠીક નથી. તેથી આપણે સેવા કરવાની યોજનાઓ બનાવીએ છીએ. તેને કહેવાય છે માનસિક તર્ક. મનઃ ષષ્ઠાની ઈંદ્રિયાણિ પ્રકૃતિ સ્થાની કર્ષતિ (ભ.ગી. ૧૫.૭). એક સંઘર્ષ, તે એક સંઘર્ષ છે.