GU/Prabhupada 0149 - કૃષ્ણ ભાવનામૃત આંદોલન એટલે પરમ પિતાની શોધ



Tenth Anniversary Address -- Washington, D.C., July 6, 1976

તો આ કૃષ્ણભાવનામૃત આંદોલનનો હેતુ છે કે આપણા સર્વોચ્ચ પિતાને શોધવા. સર્વોચ્ચ પિતા. એ જ આ આંદોલનનો મૂળ હેતુ છે. જો આપણને આપણા પિતા કોણ છે તે ખ્યાલ ના હોય, તો તે યોગ્ય પરિસ્થિતિ નથી. ભારતમાં એ રીવાજ છે, જો કોઈ તેના પિતા કોણ છે તે કહી ના શકે તો તે બહુ આદરપાત્ર નથી. અને આ કાયદો કોર્ટમાં પણ છે કે તમે તમારું નામ લખો, પણ તમે તમારા પિતાનું નામ અચૂક લખો. આ ભારતીય, વૈદિક પદ્ધતિ છે. નામ, પોતાનું નામ, પિતાનું નામ અને પોતાના ગામનું નામ. આ ત્રણ સાથે. મારા હિસાબથી આ પદ્ધતિ બીજા દેશોમાં કદાચ હશે, પરંતુ ભારતમાં આજ પદ્ધતિ છે પહેલા પોતાનું નામ, બીજુ એના પિતાનું નામ. અને ત્રીજુ નામ એના ગામ અથવા એના દેશનું નામ જ્યાં એનો જન્મ થયો છે. આ જ પદ્ધતિ છે. એટલે પિતા,..... પિતા કોણ છે તે જ્ઞાન હોવું જ જોઈએ. તે કૃષ્ણ ભાવનામૃત આંદોલન છે. જો આપણને આપણા પિતા કોણ છે તે ખ્યાલ ન હોય, તો તે બહુ સારી સ્થિતિ નથી. અને કયા પ્રકારના પિતા? પરમ બ્રહ્મ પરમ ધામ (ભ.ગી. ૧૦.૧૨). સૌથી સમૃદ્ધ. એ ગરીબ પિતા નહીં કે જે પોતાના બાળકોનું ભરણપોષણ ના કરી શકે. એ પિતા નહીં. એકો યો બહુનામ વિદધાતિ કામાન. એ પિતા એટલા સમૃદ્ધ છે કે એ એક પોતે એકલા જ અબજો અને અબજો અને ખરબો જીવોનું ભરણપોષણ કરે છે. આફ્રિકામાં હજારો અને લાખો હાથીઓ છે, એ એમનું પણ ભરણપોષણ કરે છે. અને એક ઓરડામાં નાના છિદ્રમાં રહેલી લાખો કીડીઓનું પણ ભરણપોષણ કરે છે. એકો યો બહુનામ વિદધાતી કામાન. નિત્યો નીત્યાનામ ચેતનસ ચેતાનાનામ (કઠ ઉપનીષદ ૨.૨.૧૩). આ વૈદિક માહિતીઓ છે.

તો આ માનવ જન્મનો હેતુ પિતા કોણ છે તેની સમજ માટે છે, તેમના નિયમ શું છે. ભગવાન કોણ છે, આપણો તેમની સાથે સબંધ શું છે. આ વેદાંત છે. વેદાંત એટલે એ નહીં કે થોડી આડી-અવળી વાતો કરવી અને પિતા સાથે સબંધ શું છે તેના વિષે માહિતી ન આપવી. શ્રમ એવ હી કેવલમ. જો તમને તમારા પિતા કોણ છે એ ખ્યાલ ના હોય...

ધર્મઃ સ્વનુસ્થીતા: પુંસામ
વિશ્વકસેન કથાસુ ય:
નોત્પાદયેદ યદિ રતિમ
શ્રમ એવ હી કેવલમ
(શ્રી.ભા. ૧.૨.૮)

આ નથી જોઈતું. અને કૃષ્ણ કહે છે, “વેદેશ્ચ સર્વૈર અહમ એવ વેદ્ય (ભ.ગી. ૧૫.૧૫). તો તમે વેદાન્તવાદી બનો, તે ખૂબ જ સરસ છે. વેદાન્તની શરુઆતમાં કહેલું છે નીરપેક્ષ સત્ય તે છે કે જેમાથી બધુ આવે છે. અથાતો બ્રહ્મ જિજ્ઞાસા. આ શરૂઆત છે. હવે માનવ જન્મ એ નિરપેક્ષ સત્યની સમજ માટે છે, જિજ્ઞાસા. દરેકે નિરપેક્ષ શું છે તેના વિષે જાણવું જોઈએ. એ જ માનવ-જન્મ છે, નિરપેક્ષ સત્યને શોધવું. પછીનું સૂત્ર તરત જ કહે છે કે નિરપેક્ષ સત્ય તે છે કે જે સર્વનો સ્ત્રોત માત્ર છે. અને એ સર્વ શું છે? આપણે બે વસ્તુ જોઈએ: સજીવ અને નિર્જિવ. વ્યવહારુ અનુભવ. કેટલાક સજીવ છે અને કેટલાક નિર્જિવ. બે વસ્તુ. હવે આપણે ઘણા બધા પ્રકારોમાં વિસ્તૃત કરી શકીએ . એ અલગ વાત છે. પણ બે વસ્તુઓ છે. એટલે આ બે વસ્તુઓ, આપણે જોયું કે આ સજીવ અને નિર્જીવની પરે એક નિયંત્રક છે. એટલે આપણે એના વિષે પૂછવું જોઈએ કે કોણ આ બે સજીવ અને નિર્જિવનો સ્ત્રોત છે. એ સ્થાન કોનું? આ સ્થાન શ્રીમદ-ભાગવતમમાં સમજાવેલું છે, જન્માદિ અસ્ય યતો અન્વયાદ ઇતરતસ ચાર્થેશુ અભિજ્ઞ: (શ્રી.ભા. ૧.૧.૧).

આ સમજૂતી છે. પ્રારંભિક સ્ત્રોત અભિજ્ઞ: છે. કઈ રીતે? અન્વયાદ ઇતરતસ ચાર્થેશુ. જો મેં કઈ બનાવ્યું હોય તો, મને બધી જ માહિતી હોય. અન્વયાદ, સાપેક્ષ કે પરોક્ષ. મને ખ્યાલ હોય. જો મેં કંઈ બનાવ્યું હોય... જો મને કોઈ નવી વાનગી બનાવતા આવડતી હોય, તો મને તેની બધી જ માહિતી હોય કેવી રીતે બનાવવી. તે મૂળ છે. તો મૂળ કૃષ્ણ છે. કૃષ્ણ કહે છે, વેદાહમ સમતીતાની (ભ.ગી. ૭.૨૬) “મને બધો જ ખ્યાલ છે - ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્ય." મત્તઃ સર્વમ પ્રવર્તતે (ભ.ગી. ૧૦.૮). અહમ આદિર હી દેવાનામ (ભ.ગી. ૧૦.૨). રચનાના સિદ્ધાંત અનુસાર... સિદ્ધાંત નહીં, હકીકત. બ્રહ્મા, વિષ્ણુ, મહેશ્વર. આ મુખ્ય દેવતાઓ છે. તો વિષ્ણુ એ મૂળ છે. અહમ આદિર હી દેવાનામ. રચના, પહેલા મહાવિષ્ણુ; અને મહાવિષ્ણુમાથી ગર્ભોદાકશાયી વિષ્ણુ. ગર્ભોદાકશાયી વિષ્ણુમાથી ક્ષીરોદાકશાયી વિષ્ણુ, વિષ્ણુનું વિસ્તરણ, અને તેમનામાંથી બ્રહ્મા આવે છે. બ્રહ્માનો જન્મ કમળના ફૂલ પર ગર્ભોદકશાયી વિષ્ણુમાથી થયો, પછી તેમણે રુદ્રને જન્મ આપ્યો. આ સર્જનની સમજણ છે. એટલે જ કૃષ્ણ કહે છે અહમ આદિર હી દેવાનામ. તેઓ વિષ્ણુના પણ મૂળ છે, શાસ્ત્રોમાંથી આપણે કહીએ છીએ કે, કૃષણસ્તુ ભગવાન સ્વયમ (શ્રી.ભા. ૧.૩.૨૮). કૃષ્ણ તે મૂળ પરમેશ્વર ભગવાન છે. અને કૃષ્ણનું પહેલું વિસ્તરણ બલદેવ છે. ત્યારબાદ એમનામાંથી ચતુરવ્યુહ, વાસુદેવ, સંકર્ષણ, અનિરુદ્ધ, તેવી રીતે. પછી નારાયણ. નારાયણમાંથી બીજા ચતુર વ્યુહ અને બીજા ચતુરવ્યુહમાંથી સંકર્ષણ, મહાવિષ્ણુ. આ રીતે આપણે શાસ્ત્રો શીખવા પડે. તમે એ શોધશો, કે જેમ શાસ્ત્રોમાં કહ્યું છે, કૃષ્ણસ્તુ ભગવાન સ્વયમ. અને કૃષ્ણ કહે છે, અહમ આદિર હી દેવાનામ (ભ.ગી. ૧૦.૨). અહમ સર્વસ્ય પ્રભવો મત્તઃ સર્વમ પ્રવર્તતે (ભ.ગી. ૧૦.૮). અને અર્જુને સ્વીકાર્યું, પરમ બ્રહ્મ પરમ ધામ પવિત્રમ પરમમ ભવાન (ભ.ગી. ૧૦.૧૨). તો આપણે શાસ્ત્રને સ્વીકારવું જ પડે. શાસ્ત્ર ચક્ષુસાત: તમારે શાસ્ત્રની દ્રષ્ટિથી જોવું પડે. અને જો તમે શાસ્ત્ર સમજશો, તો તમે પામશો કે કૃષ્ણસ્તુ ભગવાન સ્વયમ.

એટલે આ કૃષ્ણ ભાવનામૃત આંદોલનનો હેતુ માનવ સમાજને સર્વોતમ ભગવાન કોણ છે તે આપવાનો છે. આ કૃષ્ણ ભાવનામૃત આંદોલન છે. તો અમે આ આંદોલન ૧૯૬૬માં શરુ કર્યું હતું, તેની નોંધણી કરી હતી. આપણા રૂપાનુગ પ્રભુએ સમજાવ્યું છે. આ આંદોલનને ખૂબ ગંભીરતાથી લેજો. તેજ, કૃષ્ણે ઐતિહાસિક શરૂઆત પાંચ-હજાર વર્ષો પહલા કરી હતી. અને તેમણે આ આંદોલનની શરૂઆત અર્જુનથી કરી તેમના શિષ્ય તરીકે. પછી ચૈતન્ય મહાપ્રભુ, પાંચસો વર્ષ પહેલા, તેમણે ફરીથી તેજ આંદોલન જાગૃત કર્યું હતું. તેઓ સ્વયં કૃષ્ણ છે. અને તે ચાલી રહ્યું છે. એવું ના સમજશો કે આ બનાવેલું આંદોલન છે. ના. આં અધિકૃત આંદોલન છે. અને બધા મહાનુભાવો દ્વારા સ્વીકારાયેલું. મહાજનો યેન ગતઃ સ પંથ: (ચૈ.ચ. મધ્ય ૧૭.૧૮૬). શાસ્ત્રોમાં મહાજનોનો ઉલ્લેખ છે. કૃષ્ણ-ભાવનામૃતમાં મક્કમ રહો, અને કૃષ્ણને સમજવા પ્રયત્ન કરો. આપણી પાસે ઘણા સાહિત્યો, અધિકૃત સાહિત્યો છે. અને તમારું જીવન સફળ બનાવો.

આપનો ખૂબ ખૂબ આભાર.