GU/Prabhupada 0150 - આપણને જપ કરવું છોડવું ન જોઈએ



Lecture on SB 6.1.15 -- Denver, June 28, 1975

અથાપી તે દેવ પદામ્બુજ દ્વયમ પ્રસાદ લેશાનુગૃહિત એવ હી, જાનાતી તત્વમ ન ચાન્ય એકો અપિ ચિરમ વિચીન્વન (શ્રી.ભા. ૧૦.૧૪.૨૯). તેઓ કે જેમના પર કૃષ્ણની અપાર દયા છે તેઓ કૃષ્ણને સમજી શક્શે. બીજા , ન ચાન્ય એકો અપિ ચિરમ વિચીન્વન. ચિરમ એટલે ઘણા સમય માટે, ઘણા વર્ષો માટે, જો તેઓ ફક્ત માનસિક કલ્પના કરશે, ઈશ્વર શું છે? અથવા કૃષ્ણ શું છે, તે પદ્ધતિ આપણને મદદ નહી કરે. તેના જેવી ઘણી વૈદિક આવૃત્તિ હોય છે:

અત: શ્રીકૃષ્ણ નામાદી
ન ભવેદ ગ્રાહ્યમ ઇન્દ્રીયૈ:
સેવોન્મુખે હી જીહવાદૌ
સ્વયમ એવ સ્ફુરતી અદ:
(ચૈ.ચ. મધ્ય ૧૭.૧૩૬)

કૃષ્ણ, તેમનું નામ, તેમની કિર્તિ, તેમના લક્ષણો, તેમના કાર્યો... શ્રીકૃષ્ણ નામાદી ન ભવેદ… નામાદી એટલે "શુદ્ધ નામથી શરુઆત." તો તે શક્ય નથી... જો આપણે આપણી જાતને ભૌતિક સ્તર પર રાખીએ, તો આપણે હજારો વર્ષો સુધી નામ લઈશું, તો પણ તે મુશ્કેલ હશે. તેને નામાપરાધ કહેવાય. બેશક, પવિત્ર નામ એટલું શક્તિશાળી છે કે, અપરાધ સાથે જપ કરવાથી પણ, ધીરે ધીરે તે શુદ્ધ બને છે. તેથી જ આપણે હરિનામ લેવાનું બંધ ના કરવું જોઈએ. કોઈ પણ સંજોગોમાં આપણે હરે કૃષ્ણ મંત્ર જપતા રહેવું જોઈએ. પણ જો આપણે આપણી જાતને ભૌતિક સ્તર પર જ રાખીશું, તો કૃષ્ણને સમજવું શક્ય નથી, તેમનું શુદ્ધ નામ, તેમના લક્ષણો, તેમનું સ્વરૂપ, તેમના કાર્યો. તે શક્ય નહીં બને.

તો ક્રિયા છે ભક્તિ. અને જયારે તમે કૃષ્ણને સમજી શકવાના સ્તર સુધી આવશો, તે જ ક્ષણે તમે અધ્યાત્મિક જગતમાં પહોચવા માટે સક્ષમ થઈ જાઓ છો. કૃષ્ણએ પણ ભગવદ ગીતામાં કહ્યું છે, ત્યકત્વા દેહમ પુનર્જન્મ નૈતિ મામ ઇતિ (ભ.ગી. ૪.૯).