GU/Prabhupada 0212 - વૈજ્ઞાનિક રીતે, મૃત્યુ પછી પણ જીવન છે
Garden Conversation -- June 10, 1976, Los Angeles
પ્રભુપાદ: આધુનિક શિક્ષા, તેઓ સમજી નથી શકતા કે આ જન્મ, મૃત્યુ, વૃદ્ધાવસ્થા અને રોગ તે એક કષ્ટ છે. તેઓ સમજતા નથી. તેઓ કેમ સ્વીકાર કરશે? સ્વીકાર કરશે, તે વિચારે છે કે બીજો કોઈ માર્ગ નથી. પણ જો એક માર્ગ છે તેને રોકવા માટે, ત્યારે તેઓ કેમ તેનો સ્વીકાર નથી કરતાં? હમ્મ? તેમના શિક્ષણનું શુ મૂલ્ય છે? તેઓ સાચા અને ખોટા વચ્ચે અંતર જાણી નથી શકતા. કોઈને મૃત્યુ સારુ નથી લાગતુ, પણ મૃત્યુ છે. કોઈને વૃદ્ધ બનવું સારુ નથી લાગતુ, પણ વૃદ્ધાવસ્થા છે. કેમ તેઓ આ મોટી સમસ્યાઓને બાજુમા મૂકીને વૈજ્ઞાનિક જ્ઞાનના વિકાસનું અભિમાન કરે છે? આ કેવા પ્રકારનું શિક્ષણ છે? જો તેઓ સાચા અને ખોટાની વચ્ચેનું અંતર જાણી નથી શકતા, તો આ શિક્ષણનું શુ પરિણામ છે? શિક્ષા એટલે કે વ્યક્તિ સાચા અને ખોટા વચ્ચેનું અંતર જાણી શકવો જ જોઈએ. પણ તેઓ કરી નથી શકતા, કે તેમને એટલી પણ ખબર નથી કે મૃત્યુ સારું નથી, પણ કેમ તેઓ મૃત્યુને રોકવાનો પ્રયત્ન નથી કરી રહ્યા? ક્યા પ્રગતિ છે? તેઓ વૈજ્ઞાનિક પ્રગતિ માટે ખૂબ ગર્વ કરે છે. પ્રગતી ક્યા છે? તમે મૃત્યુને રોકી નથી શકતા. તમે વૃદ્ધાવસ્થાને રોકી નથી શકતા. તમે આધુનિક દવા બનાવી શકો છો, પણ તમે રોગને રોકતા કેમ નથી? આ ગોળી લો અને હવે કોઈ રોગ નહીં થાય. તે વિજ્ઞાન ક્યા છે? હમ્મ?
નલિનીકંઠા: તેઓ કહે છે તેઓ તેના ઉપર કાર્ય કરી રહ્યા છે.
પ્રભુપાદ: તે એક બીજી મૂર્ખતા છે. ઉટપટાંગ વાતો.
ગોપવૃન્દપાલ: જેમ કે આપણે કહીએ છીએ કે કૃષ્ણ ભાવનામૃત એક ધીમી વિધિ છે, તેઓ પણ કહે છે કે વૈજ્ઞાનિક પ્રગતિ એક ધીમી વિધિ છે.
પ્રભુપાદ: ધીમી વિધિ, પણ શું તેઓ વિચારે છે કે તેઓ મૃત્યુને રોકી શકશે? આપણને વિશ્વાસ છે કે આપણે પાછા ભગવદ ધામ, કૃષ્ણ પાસે જઈશું. પણ તેમનો વિશ્વાસ ક્યાં છે કે તેઓ જન્મ, મૃત્યુ, વૃદ્ધાવસ્થા અને રોગને રોકી શકશે?
ડો. વુલ્ફ: હવે સૌથી નવી વાત છે કે તેઓ કહે છે, તેઓ પ્રયત્ન કરે છે, તેમણે તે વાતને સ્થાપિત કરી છે કે મૃત્યુ પછી પણ જીવન છે.
પ્રભુપાદ: તે તો છે જ.
ડો વુલ્ફ: તેઓ તેને વૈજ્ઞાનિક રીતે ફરીથી કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.
પ્રભુપાદ: તેમને કરવા દો. વૈજ્ઞાનિક રીતે, મૃત્યુ પછી પણ જીવન તો છે જ. તે અમે વારંવાર કહીએ છીએ, કે મારા બાળપણનું શરીર મરી ગયું છે, તે જતું રહ્યું છે, સમાપ્ત થઈ ગયું છે. મને બીજું શરીર મળ્યું છે. તો મૃત્યુ પછી જીવન છે. તે વ્યવહારિક છે. તો આ કૃષ્ણ કહે છે, તથા દેહાંતર પ્રાપ્તિ: (ભ.ગી. ૨.૧૩). તો તેવી જ રીતે, ન હન્યતે હન્યમાને શરીરે (ભ.ગી. ૨.૨૦). આ ભગવાનનું અધિકૃત વાક્ય છે, અને વ્યવહારિક રીતે આપણે જોઈએ છીએ કે આપણને એક શરીર પછી બીજું શરીર મળે છે, પણ હું તો આગળ વધુ છું. તો વાંધો ક્યાં છે? તો મૃત્યુ પછી જીવન છે. કહેવાતું મૃત્યુ એટલે શરીરનો નાશ. તો જો આપણે તે જીવનને વળગી રહી શકીએ, કે હવે કોઈ મૃત્યુ નહીં, ત્યારે તેની પાછળ આપણે શોધ કરવી જોઈએ. તે બુદ્ધિ છે. તે ભગવદ ગીતામાં બતાવેલું છે, કે જો તમે માત્ર કૃષ્ણને સમજો અને તેમની પાસે પાછા જવા માટે યોગ્ય બની જાઓ, તો પછી કોઈ મૃત્યુ નથી.